ભુજમાં સાડી રંગાટના કારખાનામાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો | LCBએ મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

Kutch Bulletin: ભુજ, કચ્છ: કચ્છના લેટેસ્ટ સમાચર : કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ભુજ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાડી રંગાટના કારખાનામાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે લાખોની કિંમતની બાંધણી સાડીઓ અને દુપટ્ટા સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

Bhuj Saree Factory Theft Case Solved LCB Kutch Police


બાતમીના આધારે દરોડો અને ધરપકડ

એલસીબી હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજાને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે, ભુજના મદીનાનગર-૨ વિસ્તારમાં રહેતા સમીર તાલબ ગોકલ (શેખ) ના ઘરે તપાસ કરવામાં આવી હતી. આરોપી પોતાના ઘર પાસે ચોરીની સાડીઓ અને દુપટ્ટાના જથ્થાને સગેવગે કરવાની પેરવીમાં હતો, ત્યારે જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

ચોરીની કબૂલાત અને મોડસ ઓપરેન્ડી

આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તેણે ગત તા. ૨૯/૦૧ ના રોજ રાત્રિના સમયે ખાસરા ગ્રાઉન્ડ નજીક આવેલ સાડી રંગાટના કારખાનામાં પાછળના ભાગેથી પ્રવેશ કર્યો હતો. ચોરી કરતા પહેલા તેણે વીજ વાયરનું કનેક્શન કાપી નાખ્યું હતું જેથી તેની ઓળખ છુપાવી શકાય. ચોરી કરેલો માલ તે પોતાના એક્ટિવા (નંબર GJ 12 ER 1611) પર ઘરે લાવ્યો હતો.

કુલ ૩.૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:

  • બાંધણી સાડીઓ: ૯૩ નંગ (કિંમત રૂ. ૨,૭૯,૦૦૦)
  • દુપટ્ટા: ૩૪ નંગ (કિંમત રૂ. ૬૮,૦૦૦)
  • એક્ટિવા: ૧ નંગ (કિંમત રૂ. ૩૦,૦૦૦)

કુલ ૩,૭૭,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ભુજ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


વધુ વાંચો:


કચ્છના ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર માટે જોડાઓ: Kutch Bulletin
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ