કચ્છનું ધોળાવીરા વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ | ઇજિપ્તના પિરામિડ કરતાં પણ ૮૦૦૦ વર્ષ પ્રાચીન હોવાના પુરાવા

Kutch Bulletin: કચ્છના ગૌરવ સમાન વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા વિશે થયેલા તાજેતરના વૈજ્ઞાનિક સંશોધનોએ સમગ્ર વિશ્વના ઇતિહાસને પલટી નાખ્યો છે. અત્યાર સુધી જે ઇજિપ્તના પિરામિડ અને મેસોપોટેમીયાને વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ માનવામાં આવતી હતી, તેના કરતા પણ કચ્છની આ સિંધુ ખીણની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની હોવાના પુરાવા મળ્યા છે.

Ancient ruins of Dholavira, Kutch, now proven to be older than Egyptian Pyramids.


કાર્બન ડેટિંગના તારણોથી ઇતિહાસકારો સ્તબ્ધ

આર્ક્યોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) અને અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા રેડિયો કાર્બન પૃથ્થકરણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જમીનના સ્તરોમાંથી મળી આવેલા માટીકામ, પ્રાણીઓના હાડકાં અને અવશેષોના આધારે એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સંસ્કૃતિ ૮૦૦૦ થી ૯૦૦૦ વર્ષ જેટલી પ્રાચીન છે. અગાઉ આ સંસ્કૃતિનો સમયગાળો ઈ.સ. પૂર્વે ૨૬૦૦ થી ૧૯૦૦ માનવામાં આવતો હતો, પરંતુ નવા તારણો મુજબ તે ઇજિપ્તની સંસ્કૃતિની પણ 'દાદી' સાબિત થઈ રહી છે.

અદભૂત ઇજનેરી કૌશલ્ય અને નગર રચના

ધોળાવીરા અને મોંહે-જો-દડોમાં જોવા મળતી ગ્રીડ પેટર્નવાળી શેરીઓ, પાકા રસ્તાઓ અને ખાસ કરીને અત્યંત અદ્યતન ગટર વ્યવસ્થા (Drainage System) તે સમયના લોકોની બુદ્ધિશક્તિનો પરિચય આપે છે. સંશોધકોના મતે આવી સેનીટેશન વ્યવસ્થા તે સમયે વિશ્વમાં અન્ય ક્યાંય પણ ઉપલબ્ધ નહોતી. કચ્છના કુરન પાસે મળી આવેલું વિશાળ કબ્રસ્તાન પણ તે સમયની સામાજિક વ્યવસ્થા પર પ્રકાશ પાડે છે.

Ancient ruins of Dholavira, Kutch, now proven to be older than Egyptian Pyramids.


લિપિ ઉકેલાશે તો ખુલશે અનેક રહસ્યો

પુરાતત્વવિદો માટે હજુ પણ સૌથી મોટો પડકાર હડપ્પન લિપિનું અર્થઘટન છે. પથ્થરો અને ધાતુના ઓજારો પર જોવા મળતું લખાણ હજુ સુધી ઉકેલી શકાયું નથી. જે દિવસે આ લિપિનું રહસ્ય ખુલશે, તે દિવસે માનવ ઇતિહાસના અનેક વણસ્પર્શ્યા પાસાઓ દુનિયા સામે આવશે. હાલમાં તો ધોળાવીરા વિશ્વની સૌથી જૂની વિકસિત સંસ્કૃતિ તરીકે પ્રસ્થાપિત થઈને ભારતનું નામ રોશન કરી રહ્યું છે.


વધુ વાંચો:


કચ્છના સાંસ્કૃતિક વારસા અને તાજા સમાચાર માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ