Kutch Bulletin: કચ્છમાં ગેરકાયદેસર ખનીજ વહન અને ઓવરલોડ વાહનો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ની ટીમે ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરી રોયલ્ટીની મર્યાદા કરતા વધુ બેન્ટોનાઇટ ખનીજ ભરેલા બે ટ્રેલર ઝડપી પાડ્યા છે.
પશ્ચિમ કચ્છ પોલીસની કડક કાર્યવાહી
સરહદી રેન્જ ભુજના આઈજીપી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડાની સૂચના મુજબ, જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. એલસીબી પીઆઈ એ.એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ ગઢશીશા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે હમલા મંજલથી શેરડી રોડ પર શંકાસ્પદ જણાતા બે ટાટા ટ્રેલરોને અટકાવવામાં આવ્યા હતા.
રોયલ્ટી પાસ કરતા ટનબંધી વધુ ખનીજ મળ્યું
તપાસ દરમિયાન સામે આવ્યું કે આ વાહનોમાં રોયલ્ટી પાસમાં દર્શાવેલી માત્રા કરતા વધુ બેન્ટોનાઇટ ભરેલું હતું. વિગતો મુજબ:
- ટ્રેલર નં. GJ-39-TA-8860: માં અંદાજે સાડા સાત ટન વધુ ખનીજ હતું.
- ટ્રેલર નં. GJ-12-BV-9220: માં અંદાજે સાડા ચાર ટન વધારાનું બેન્ટોનાઇટ હતું.
ખાણ-ખનીજ વિભાગને સોંપાયો રિપોર્ટ
એલસીબીની આ કામગીરીમાં પીએસઆઈ જે.બી. જાદવ, એમ.એચ. શીણોલ તથા હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા, મુળરાજભાઈ ગઢવી સહિતનો સ્ટાફ જોડાયો હતો. હાલમાં આ બંને વાહનો અંગેનો રિપોર્ટ ખાણ-ખનીજ વિભાગને સોંપી આગળની કાયદેસરની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુ વાંચો:
- અંજારમાં SMC નો મોટો ધડાકો: ૨.૦૬ કરોડનો દારૂ ઝડપાયો
- ધ્રંગ માર્ગ અકસ્માત: પિતા-પુત્ર સહિત ૩ ના મોતથી શોક
કચ્છની પળેપળની અપડેટ અને સમાચાર માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp


0 ટિપ્પણીઓ