રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા સાથે વિશ્વાસઘાત | ડ્રાઈવરે જ કારમાંથી 40 હજાર અને દસ્તાવેજોની બેગ ચોરી

Kutch Bulletin: કચ્છના રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાની કારમાંથી તેમના જ ડ્રાઈવરે રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજોની ચોરી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. Kutch Latest News મુજબ, વર્ષોથી વિશ્વાસપાત્ર ગણાતા ડ્રાઈવરે જ આ વિશ્વાસઘાત કર્યો હોવાથી પૂર્વ ધારાસભ્યએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Former MLA Pankaj Mehta driver theft case Bhuj Kutch News


મળતી વિગત મુજબ, ગત તા. ૧ ફેબ્રુઆરીથી ૫ ફેબ્રુઆરીના ગાળા દરમિયાન આ બનાવ બન્યો હતો. પંકજભાઈ મહેતાએ તેમના ડ્રાઈવર મનસુખભાઈ છગનલાલ દરજીને ઓફિસેથી એક બેગ ગાડીમાં રાખવા આપી હતી. આ બેગમાં ધંધાના રોકડા રૂા. ૪૦,૦૦૦ તેમજ જમીન લે-વેચના અત્યંત જરૂરી કાગળો હતા.

CCTV ફૂટેજમાં ફૂટ્યો ભાંડો

તા. ૫ ફેબ્રુઆરીના રોજ જ્યારે ગાડીમાં બેગ ન દેખાઈ ત્યારે ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેણે કશું જ જાણતો ન હોવાનું રટણ કર્યું હતું. જોકે, ડ્રાઈવર મનસુખભાઈએ અગાઉ પણ પૂર્વ ધારાસભ્યના એટીએમ કાર્ડથી આશરે ૮૦,૦૦૦ રૂપિયા ઉપાડી લીધા હતા, તેથી શંકા દ્રઢ બની હતી.

જ્યારે પંકજભાઈએ ઓફિસ અને ઘરથી લઈને ડ્રાઈવરના ઘર સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા, ત્યારે ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું. તા. ૪ ફેબ્રુઆરીની રાત્રે ડ્રાઈવર મનસુખ પોતાની બાઈક પર એ જ બેગ લટકાવીને જતો કેમેરામાં કેદ થયો હતો. પુરાવા સામે આવતા ડ્રાઈવરે ચોરીની કબૂલાત કરી હતી અને માફી પણ માંગી હતી.

પોલીસ કાર્યવાહી

વર્ષોથી વિશ્વાસ રાખીને નોકરીએ રાખેલા ડ્રાઈવરે જ પૂર્વ ધારાસભ્ય સાથે છેતરપિંડી કરતા આખરે તેની વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


વધુ વાંચો:


કચ્છની પળેપળની અપડેટ્સ માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ