Kutch Bulletin: "શિક્ષણ એ આપણા સૌની સહિયારી જવાબદારી છે" - આ ઉમદા વિચાર સાથે આગામી બોર્ડની જાહેર પરીક્ષાઓ કચ્છ જિલ્લામાં શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક યોજાઈ હતી.
જિલ્લા સેવા સદન ભુજ ખાતે આયોજિત આ બેઠકમાં કલેક્ટરશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા એ માત્ર શિક્ષણ વિભાગની જ નહીં, પરંતુ તમામ તંત્રોની સંયુક્ત જવાબદારી છે. જે કેન્દ્રો વિશેષ તકેદારી માગી લે તેવા છે, ત્યાં વર્ગ-1 ના અધિકારીઓ ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવશે.
વિવિધ વિભાગોને અપાયેલી સૂચનાઓ:
- એસ.ટી. વિભાગ: કોઈપણ ગામમાંથી વિદ્યાર્થીઓની ડિમાન્ડ આવે તો તાત્કાલિક બસની સુવિધા પૂરી પાડવી.
- PGVCL: પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો કોઈપણ અવરોધ વિના સતત જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું.
- આરોગ્ય વિભાગ: દરેક પરીક્ષા કેન્દ્ર પર મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવી.
- પોલીસ તંત્ર: પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના અપાઈ.
મદદ માટે કંટ્રોલ રૂમ નંબર જાહેર
પરીક્ષા દરમિયાન કોઈપણ મુશ્કેલી જણાય તો જિલ્લા કન્ટ્રોલ રૂમ નંબર 02832 250156 પર સંપર્ક કરવા જણાવાયું છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર, પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને બી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રીઓ હાજર રહ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે તમામ વિભાગોના સહકાર બદલ આભાર માન્યો હતો અને પરીક્ષાઓ સૌના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વધુ વાંચો:
- 4 કરોડના દારૂ કેસમાં મોટી કાર્યવાહી: પધ્ધર PI અને PSI સસ્પેન્ડ
- અંજારમાં ગર્ભવતી પ્રેમિકાની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી
કચ્છની શૈક્ષણિક અને અન્ય વિગતો માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ