કચ્છમાં 4 કરોડનો દારૂ પકડાતા મોટી ગાજ | રેન્જ આઈજીએ પધ્ધરના PI અને PSI સહિત 5 પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ

Kutch Bulletin: ભુજના વડવાળા ગામની સીમમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ઝડપાયેલા ₹4 કરોડના વિદેશી દારૂના જથ્થાના કેસમાં હવે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ગાજ પડી છે. બુટલેગરો સામેની આ મોટી રેડ બાદ રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ પધ્ધર પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે કડક પગલાં લીધા છે.

Kutch police officers suspended Paddhar PI PSI LCB action Range IG Chirag Koradiya news Kutch Bulletin


મળતી માહિતી મુજબ, ફરજમાં બેદરકારી બદલ રેન્જ આઈજીએ પધ્ધર પોલીસ મથકના PI એ.જી. પરમાર અને PSI વાય.એસ. ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ ડી-સ્ટાફના અન્ય કર્મચારીઓ સામે પણ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પોલીસકર્મીઓ પર પડી ગાજ

સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીઓની યાદી:

  • PI એ.જી. પરમાર (પધ્ધર પોલીસ સ્ટેશન)
  • PSI વાય.એસ. ઝાલા (પધ્ધર પોલીસ સ્ટેશન)
  • ASI મહેન્દ્રસિંહ જાડેજા
  • ASI મહિપાલસિંહ નરેન્દ્રસિંહ
  • હેડ કોન્સ્ટેબલ નીલેશ પુનમાભાઈ

LCB અને ડી-સ્ટાફમાં પણ ફેરફાર

પધ્ધર ડી-સ્ટાફના અન્ય હેડ કોન્સ્ટેબલોની તાત્કાલિક અસરથી હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) માં પણ આ ઘટનાની અસર જોવા મળી છે. LCB ના PI એ.એમ. મકવાણા અને PSI જાદવની પણ લીવ રીઝર્વમાં બદલી કરી દેવામાં આવતા પોલીસ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કચ્છમાં મોટા પાયે ચાલતા દારૂના નેટવર્ક સામે SMC ના સપાટા બાદ સ્થાનિક તંત્રના જવાબદારો સામે લેવાયેલા આ કડક પગલાંને કારણે અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ સન્નાટો છવાઈ ગયો છે.


વધુ વાંચો:


કચ્છના ગરમાગરમ સમાચાર સીધા તમારા મોબાઈલ પર:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ