શિક્ષકો માટે ખુશીના સમાચાર | કચ્છમાં વધુ ૧૧ શિક્ષણ સહાયકોને નિમણૂક તારીખે જ મળ્યા પૂરા પગારના આદેશ

Kutch Bulletin ના માધ્યમથી શિક્ષણ જગતના મહત્વના સમાચાર આપ સુધી પહોંચાડતા અમને આનંદ થાય છે. કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વહીવટી પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આજરોજ કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષણ સહાયકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. કચેરી દ્વારા કુલ ૧૧ શિક્ષણ સહાયકોને નિમણૂક તારીખે જ પૂરા પગારમાં સમાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

Kutch District Education Officer Sanjay Parmar giving full salary orders to teachers

૫ વર્ષ પૂર્ણ થતા જ મળ્યા પૂરા પગારના આદેશ

વિગતવાર માહિતી મુજબ, માધ્યમિક વિભાગના ૧૦ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૦૧ એમ કુલ ૧૧ શિક્ષણ સહાયકોને પૂરા પગારના આદેશ એનાયત કરાયા છે. ખાસ વાત એ છે કે, તેમની નિમણૂકને પાંચ વર્ષ પૂર્ણ થવાના દિવસે જ આ આદેશો મળતા શિક્ષકોમાં ભારે ઉત્સાહ અને રાજીપો જોવા મળ્યો હતો.

અગાઉ ૧૩૨ શિક્ષકોને મળ્યો છે લાભ

આ પ્રક્રિયા અગાઉ પણ વેગવંતી રહી છે. અગાઉ માધ્યમિક વિભાગના ૮૪ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૪૮ એમ કુલ ૧૩૨ શિક્ષકોને પણ પૂરા પગારમાં સમાવી લેવામાં આવ્યા હતા. આજે આદેશ મેળવનારી મહિલા શિક્ષિકાઓએ આ ક્ષણને 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની આગોતરી ભેટ ગણાવી હતી અને જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર તથા તેમની ટીમનો આભાર માન્યો હતો.

Kutch District Education Officer Sanjay Parmar giving full salary orders to teachers

પારદર્શક વહીવટનું પ્રેરણાદાયી ઉદાહરણ

પૂરા પગારના આદેશ મેળવનારા તમામ ૧૧ શિક્ષકોએ એકી સૂરે જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી કચ્છ એ ઉત્તમ અને પારદર્શક વહીવટનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સમગ્ર વ્યવસ્થા હેડ ક્લાર્ક કૃણાલભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા સુચારૂ રીતે સંભાળવામાં આવી હતી.


વધુ વાંચો:

📲 Kutch Bulletin WhatsApp ચેનલ

શિક્ષણ અને વહીવટી જગતના તાજા સમાચાર માટે જોડાઓ:

WhatsApp ચેનલ જોઈન કરો

#EducationDepartment #KutchNews #TeacherSalary #DEOBhuj #SanjayParmar #GujaratEducation #KutchBulletin #WomenEmpowerment

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ