LCB Raid in Anjar | અંજારમાં LCBનો મોટો દરોડો | વરસામેડી સીમમાંથી ૮.૬૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Kutch Crime News | Anjar

અંજારમાં એલ.સી.બી.નો દરોડો : વરસામેડી સીમમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

પોલીસે ઓરડીઓમાં છુપાવેલો ૮.૬૪ લાખનો જથ્થો જપ્ત કર્યો : આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ

Anjar LCB Raid Varsamedi Kutch Foreign Liquor Seized Kutch Bulletin

Kutch Bulletin - Crime Desk - અંજાર : પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને નેસ્ત-નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી સફળતા મેળવી છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ અને તેમની ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આરટીઓ ઓફિસ નજીક સર્વિસ રોડ પાસે આવેલા વાડાની ઓરડીઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે સ્થળ પર દરોડો પાડ્યો હતો. રેઈડ દરમિયાન વાડામાં આવેલી ઓરડીઓમાંથી પોલીસને ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની કુલ ૨૮૮ નંગ બોટલો મળી આવી હતી. આ જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કુલ કિંમત ૮,૬૪,૦૦૦ રૂપિયા અંકાઈ રહી છે.

જોકે આ દરોડા દરમિયાન ત્રણ આરોપીઓ પ્રભુ છગનભાઈ ડોડીયા, રમેશ છગનભાઈ ડોડીયા અને યતીન પ્રભુભાઈ ડોડીયા હાજર મળી આવ્યા ન હતા. પોલીસે આ સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પકડાયેલા માલને આગળની તપાસ માટે અંજાર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. હાલ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

કચ્છના ક્રાઈમ અને બ્રેકિંગ ન્યૂઝ માટે જોઈન કરો:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ