Election 2026 | Kutch Updates
કચ્છમાં મતદાન બાદ હવે ૨૮મીએ ૧૪ સ્થળોએ હાથ ધરાશે મતગણતરી: જાણો કયા તાલુકા માટે કયું કેન્દ્ર નક્કી કરાયું?
કચ્છ બુલેટિન - ભુજ: કચ્છમાં હવે મતદાનના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદાન બાદ હાથ ધરાનારી મતગણતરીની પ્રક્રિયા માટે 14 સ્થળ નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં મનપા અને સુધરાઇ માટે છ, તો તાલુકા-જિ.પંચાયત માટે આઠ સ્થળનો સમાવેશ થાય છે. જિલ્લા તંત્ર તરફથી મળેલી સત્તાવાર વિગતો અનુસાર 28મી તારીખે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે.
Sponsored Content
ગાંધીધામ મહાનગરપાલિકાને રિસીવિંગ- ડિસ્પેચિંગ સેન્ટર ઉપરાંત મતગણતરીનું સ્થળ મૈત્રી મહાવિદ્યાલય આદિપુર રહેશે. ભુજ નગરપાલિકા ઉપરાંત તાલુકા પંચાયત તેમજ તાલુકામાં સમાવિષ્ટ જિ.પંચાયતની આઠ બેઠક માટે સરકારી ઇજનેરી કોલેજ ભુજમાં મતગણતરી હાથ ધરાશે.
📍 નગરપાલિકા અને સુધરાઈ માટેના કેન્દ્રો
અંજાર નગરપાલિકા માટે કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ, નખત્રાણા સુધરાઇ માટે ટી.ડી. વેલાણી કન્યા હાઇસ્કૂલ, માંડવી નગરપાલિકા માટે સરકારી વિજ્ઞાન કોલેજ અને મુંદરા-બારોઇ નગરપાલિકા માટે આર્ટસ-કોમર્સ કોલેજ મુંદરા ખાતે મતગણતરી હાથ ધરાશે.
📊 તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો માટેના કેન્દ્રો
એ જ રીતે ભચાઉ તા. પંચાયત અને સમાવિષ્ટ જિ.પંચાયત બેઠક માટે આઇટીઆઇ ભચાઉ, રાપર તાલુકા માટે મોડેલ સ્કૂલ-રાપર, અંજાર તાલુકા માટે શેઠ ડી.વી હાઇસ્કૂલ, લખપત તાલુકા માટે મોડેલ સ્કૂલ-દયાપર, નખત્રાણા તાલુકા માટે જીએમડીસી કોલેજ, અબડાસા તાલુકા માટે રાજ્ય અનામત પોલીસદળ તાલીમ કેન્દ્ર-હોથીવાંઢ, માંડવી તાલુકા માટે મરીન સાયન્સ કોલેજ અને મુંદરા તાલુકામાં સી.કે.એમ. કન્યા વિદ્યાલયમાં મતગણતરી હાથ ધરવામાં આવશે.
આ તમામ સ્થળે ચૂંટણીલક્ષી સાહિત્યનું રિસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. અંજાર, મુંદરા, માંડવી અને નખત્રાણામાં નગરપાલિકા તેમજ જિલ્લા-તાલુકા પંચાયત માટે મતગણતરી કેન્દ્રની અલગ-અલગ વ્યવસ્થા ઊભી કરાઇ છે. હાલ આ નિર્ધારિત કરાયેલાં સ્થળે જ ઇવીએમને સ્ટોગરૂમમાં સીલ કરીને રાખવામાં આવ્યાં છે.
વધુ વાંચો:
કચ્છની ચૂંટણીના પળેપળના સમાચાર તમારા મોબાઈલમાં મેળવો:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ