વોંધ મર્ડર મિસ્ટ્રી | મફતપુરામાં હરીદાસ સાધુની પિસ્તોલ વડે હત્યા કરનાર મુકેશ સાધુને પોલીસે દબોચ્યો

Kutch Crime | Breaking News

ભચાઉના વોંધ ગામે થયેલ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો: પિસ્તોલથી ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ

Bhachau Vondh Village Murder Case Solved Pistol Firing Accused Mukesh Sadhu Arrest Kutch Bulletin News

કચ્છ બુલેટિન (ભચાઉ) : ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના વોંધ ગામે પુલીયા નીચે બનેલ સનસનાટીભર્યા હત્યાના ગુનાને પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આ ઘટનાની વિગતો મુજબ, વોંધ ગામના મફતપુરા વિસ્તારમાં રહેતા હરીદાસ ત્રિભુવનદાસ સાધુ પર આરોપી મુકેશ ઘનશ્યામદાસ સાધુએ પિસ્તોલ વડે ફાયરિંગ કરી તેમની કરપીણ હત્યા નીપજાવી હતી.

Sponsored Content

હત્યા બાદ આરોપીએ ફરિયાદીના ભાઈ હસમુખ સાધુને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી પાછળ દોડીને નાસી છૂટ્યો હતો. આ મામલે ભચાઉ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. અને આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

📍 પોલીસની સઘન તપાસ અને કાર્યવાહી

આ ગંભીર ગુનાની જાણ થતા જ સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા આરોપીને તાત્કાલિક ઝડપી લેવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેના પગલે નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા અને ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ઝાલાની આગેવાનીમાં અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.

🔍 ગણતરીની કલાકોમાં હત્યારો ઝબ્બે

પોલીસની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી તપાસ હાથ ધરી ટૂંકા સમયમાં જ આરોપી મુકેશ ઘનશ્યામદાસ સાધુને રાઉન્ડ અપ કર્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ તેમજ ભચાઉ વિભાગનો પોલીસ સ્ટાફ જોડાયો હતો અને હાલ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી ભચાઉ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, ધોળા દિવસે પિસ્તોલ જેવા હથિયારથી ફાયરિંગ કરીને હત્યાની આ ઘટનાથી વોંધ પંથકમાં ચકચાર મચી ગઈ હતી, પરંતુ પોલીસે ઝડપી કામગીરી કરી આરોપીને દબોચી લેતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી છે.

કચ્છના ક્રાઈમ અને મહત્વના સમાચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ