ચૂંટણી પહેલા જ ભાજપ માટે ચિંતાના સમાચાર | ૨૪ બેઠકો માટે એક પણ કાર્યકરે ટિકિટ ન માંગી, નિરીક્ષકો મૂંઝાયા!

Morbi News | Politics Update

માળિયા મિયાણા નગરપાલિકામાં ભાજપની ટિકિટ માટે કોઈ દાવેદાર ન ફરકતા નિરીક્ષકો મૂંઝવણમાં

Kutch Bulletin - Gujarat News - મોરબી : મોરબી જિલ્લાના માળિયા મિયાણા નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે એક અત્યંત આશ્ચર્યજનક સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે સત્તાધારી પક્ષ ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરો અને નેતાઓમાં ભારે ખેંચતાણ જોવા મળતી હોય છે, પરંતુ અહીં તેનાથી તદ્દન વિપરીત ચિત્ર સામે આવ્યું છે.

Maliya Miyana Nagarpalika Election BJP Ticket Issue Morbi Kutch Bulletin

માળિયા મિયાણા નગરપાલિકાની ૨૪ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા જ્યારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, ત્યારે એક પણ કાર્યકર કે આગેવાન ટિકિટ માંગવા માટે ફરક્યો નહોતો, જેને પગલે નિરીક્ષકો પણ ભારે મૂંઝવણમાં મુકાયા છે.

Sponsored Content

📍 'કમલમ' ખાતે સન્નાટો: નિરીક્ષકો કલાકો સુધી જોતા રહ્યા રાહ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે જ્યારે ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી હતી, ત્યારે માળિયા નગરપાલિકાના ૬ વોર્ડની ૨૪ બેઠકો માટે કોઈ દાવેદાર સામે આવ્યો નહોતો.

Maliya Miyana Nagarpalika Election BJP Ticket Issue Morbi Kutch Bulletin

પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો રમણભાઈ વોરા, દેવાંગભાઈ દવે અને ગૌરવભાઈ રૂપારેલીયા કલાકો સુધી દાવેદારોની રાહ જોતા રહ્યા હતા, પરંતુ શહેર વિસ્તારમાંથી એક પણ વ્યક્તિએ ઉમેદવારી નોંધાવવામાં રસ દાખવ્યો નહોતો. આ વિચિત્ર પરિસ્થિતિ અંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પૂરતા પ્રમાણમાં દાવેદારી નોંધાઈ છે, પરંતુ નગરપાલિકાની બેઠકો માટે હજુ સંકલનની કામગીરી ચાલી રહી છે.

⚠️ જનતાના રોષનો ડર કે અન્ય કોઈ કારણ?

આ ઘટનાને પગલે રાજકીય આલમમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. લોકોમાં એવી ચર્ચા છે કે જો અત્યારે ટિકિટ લઈને મત માંગવા જઈશું તો જનતાના રોષનો ભોગ બનવું પડશે, એવા ડરને કારણે કદાચ કોઈ નેતા આગળ આવવા તૈયાર નથી.

હાલમાં ભાજપના મોવડી મંડળ દ્વારા સ્થાનિક આગેવાનો સાથે બેઠકો યોજીને આ મડાગાંઠ ઉકેલવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં પક્ષ કઈ રીતે આ શૂન્યાવકાશ ભરે છે અને ૨૪ બેઠકો પર સક્ષમ ઉમેદવારો મેદાને ઉતારી શકે છે કે કેમ.

મોરબી અને કચ્છની રાજકીય પળેપળની અપડેટ માટે:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ