Kutch Crime Roundup | Exclusive
કચ્છ બુલેટિન એક્સક્લુઝિવ: રાપરના રવ પાસે ફિલ્મી ઢબે પીછો કરી LCBએ ઝડપી પાડી દારૂ ભરેલી રિક્ષા; ચારમાંથી એક શખ્સ દબોચાયો
કચ્છ બુલેટિન - ગાંધીધામ/રાપર: પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાની આપેલી કડક સૂચનાઓ બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એક્શન મોડમાં આવી છે. તાજેતરમાં રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCBની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી વિદેશી દારૂનો જથ્થો અને રિક્ષા સહિત કુલ ₹91,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
🔍 બાતમી મળી અને LCB ત્રાટકી
LCBના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ ટીમ જ્યારે રાપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે વંશ રમેશભાઈ છેડા નામનો શખ્સ કાળા કલરની ઓટો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને રાપરથી રવ તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
Sponsored Content
🚨 ફિલ્મી દ્રશ્યો સર્જાયા: પોલીસ પાછળ પડી
રાપર તરફથી શંકાસ્પદ રિક્ષા આવતા પોલીસે તેને ઊભી રાખવા ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે રિક્ષા ઉભી રાખવાને બદલે પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી. LCBની ટીમે સતર્કતા દાખવી રિક્ષાનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. રવ ગામ પાસે આવેલા જાડેજા ફાર્મ હાઉસ નજીક પહોંચતા જ રિક્ષામાં સવાર ચાર શખ્સો વાહન મૂકીને નાસવા લાગ્યા હતા. જોકે, પોલીસે પીછો કરીને એક આરોપીને દબોચી લીધો હતો, જ્યારે ત્રણ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
📦 કબ્જે કરવામાં આવેલો મુદ્દામાલ
- બિયર ટીન: વિદેશી દારૂના 500 MLના 120 નંગ (કિંમત ₹26,400/-)
- વાહન: બજાજ કંપનીની ઓટો રિક્ષા (કિંમત ₹40,000/-)
- મોબાઈલ: 3 નંગ મોબાઈલ ફોન (કિંમત ₹25,000/-)
- કુલ કિંમત: ₹91,400/-
આરોપીઓની વિગત: પકડાયેલ આરોપી વંશ રમેશભાઈ છેડા (રહે. રવ) છે, જ્યારે વોન્ટેડ આરોપીઓમાં વિરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા (રહે. થરા) અને અન્ય બે અજાણ્યા ઇસમોનો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી પૂર્વ કચ્છ LCBના PI જે.એમ. વાળા, PSI ડી.જી. પટેલ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
વધુ વાંચો:
કચ્છના ક્રાઈમ ન્યૂઝ અને બ્રેકિંગ અપડેટ્સ માટે:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ