સાક્ષી ખાનીયા હત્યા કેસ | હત્યારા મોહિત અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કારાવાસની સજા |

Kutch Crime | Court Verdict

સાક્ષી ખાનીયા હત્યા કેસ: ભુજ સેશન્સ કોર્ટે એકતરફી પ્રેમી અને તેના મિત્રને ફટકારી આજીવન કેદની સજા

Sakshi Khaniya Murder Case Bhuj Court Verdict Life Imprisonment Mohit Siddhpura Kutch Bulletin

Kutch Bulletin - ભુજ: કચ્છના ચકચારી સાક્ષી ખાનીયા હત્યા કેસમાં આજે ભુજ સેશન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. ભુજની સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય વિદ્યાર્થિની પર ગત ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ થયેલા જીવલેણ હુમલા અને તેની હત્યાના મામલે મુખ્ય આરોપી અને તેના મદદગારને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે.

Sponsored Content

📍 શું હતો સમગ્ર મામલો?

ગાંધીધામના ભારતનગરની રહેવાસી ૧૯ વર્ષીય સાક્ષી ખાનીયા ભુજની સંસ્કાર કોલેજમાં બી.સી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને ભુજની ભાનુશાલી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ના દિવસે સાક્ષી જ્યારે કોલેજનું શિક્ષણકાર્ય પૂરું કરી હોસ્ટેલ તરફ જઈ રહી હતી, ત્યારે ગાંધીધામના તેના પડોશમાં રહેતા મોહિત મૂળજીભાઈ સિદ્ધપુરાએ એકતરફી પ્રેમમાં પાગલ થઈને તેના પર છરી વડે હુમલો કર્યો હતો.

🔪 કોલેજ ગેટ પાસે ખેલાયો હતો લોહિયાળ ખેલ

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી મોહિત સાક્ષીને ગાંધીધામ પરત આવવા દબાણ કરતો હતો અને તેણીના માતા-પિતાને જાણ કરવાની ધમકી આપી વારંવાર ફોન કરતો હતો. જેના કારણે સાક્ષીએ તેને બ્લોક કરી દીધો હતો. ઘટનાના દિવસે ઉશ્કેરાયેલા મોહિતે અંજારના મેઘપર બોરીચીના તેના મિત્ર જયેશ ઠાકોર સાથે મળી અંજારમાંથી છરી ખરીદી હતી અને કોલેજ પહોંચ્યા હતા. જ્યાં મોહિતે સાક્ષીના ગળાના ભાગે છરીના ઘા ઝીંકી તેની કરપીણ હત્યા નીપજાવી હતી.

⚖️ ૩૧ સાક્ષીઓની જુબાની અને કોર્ટનો ચુકાદો

ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં મોહિત અને જયેશની ધરપકડ કરી હતી. આ કેસ ભુજ પ્રિન્સિપલ સેશન્સ જજ દિલીપ પી. મહિડાની કોર્ટમાં ચાલ્યો હતો. ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા અને ૩૧ સાક્ષીઓની જુબાનીને ધ્યાને રાખીને, કોર્ટે આ ગુનાને ગંભીર ગણી આરોપી મોહિત સિદ્ધપુરા અને જયેશ ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે બંનેને ૨૫-૨૫ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

કચ્છ બુલેટિન વિશેષ: આ ચુકાદાથી દીકરીઓની સુરક્ષા અંગે સમાજમાં એક મજબૂત સંદેશ ગયો છે. કાયદાના શાસનમાં ગુનેગારો બચી શકતા નથી તે સાબિત થયું છે.

કચ્છના ક્રાઈમ અને કોર્ટના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ