Education Update | Gujarat News
TAT-HS પરીક્ષા સંપન્ન: અમદાવાદમાં 49 હજારથી વધુ ઉમેદવારોએ આપી પરીક્ષા; ઉમેદવારોએ ઠાલવી ભરતી અંગે વ્યથા
કચ્છ બુલેટિન - અમદાવાદ : રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્યમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT-HS ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં અંદાજે 1.65 લાખ ઉમેદવારોએ પોતાની યોગ્યતા સાબિત કરવા માટે કસોટી આપી હતી.
અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળીને કુલ 265 કેન્દ્રો પર 49,264 ઉમેદવારો નોંધાયા હતા. રાજ્યના કુલ 6 જિલ્લાઓમાં આ પરીક્ષા લેવાઈ હતી.
Sponsored Content
📊 41 વિષયો અને પરીક્ષા પદ્ધતિ
આ પરીક્ષા ત્રણ માધ્યમોમાં કુલ 41 વિષયો માટે લેવામાં આવી હતી. 200 ગુણની MCQ આધારિત પ્રાથમિક પરીક્ષા માટે 180 મિનિટનો સમય અપાયો હતો. જેમાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણનું નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું હતું.
📢 ઉમેદવારોની વ્યથા: "પૂરતી સંખ્યામાં ભરતી થતી નથી"
પરીક્ષા બાદ ઉમેદવારોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. કચ્છથી ખાસ અમદાવાદ પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ જણાવ્યું કે, "અમે તૈયારી તો ખૂબ સારી કરીએ છીએ, પરંતુ પૂરતી સંખ્યામાં ભરતી કરવામાં આવતી નથી. કચ્છ જેવા વિસ્તારોમાં ઘણી જગ્યાઓ ખાલી છે, તેથી વિસ્તાર પ્રમાણે ભરતી કરવી જોઈએ." સરકાર પરીક્ષા બાદ તરત જ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે તે જરૂરી છે, કારણ કે વિલંબ થવાથી ઘણા લાયક ઉમેદવારોની વયમર્યાદા વટી જાય છે.
વધુ વાંચો:
સરકારી ભરતી અને પરીક્ષાના સમાચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ