ઘરે બેઠા ઓનલાઈન કરો વસ્તી ગણતરી | આજથી ૩૧ મે સુધી 'સ્વગણતરી' પોર્ટલ શરૂ, જાણો ઓનલાઈન આઈડી મેળવવાની રીત

Kutch Bulletin | National Census Update

વસ્તી ગણતરી ૨૦૨૭: કચ્છ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ નાગરિકોને ઓનલાઈન ‘સ્વગણતરી’ સુવિધાનો લાભ લેવા કરી અપીલ

Kutch Collector Anil Kumar Ranavasiya Census 2027 Online Self Enumeration Portal Kutch Bulletin News

Kutch Bulletin - ભુજ : કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વસ્તી ગણતરી ૨૦૨૭ની અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ રાષ્ટ્રીય મહાઅભિયાનના પ્રથમ તબક્કાના ભાગરૂપે કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને વહીવટી તંત્રને સક્રિય અને સચોટ સહકાર આપવા માટે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા એક વિશેષ જાહેર અપીલ કરવામાં આવી છે.

Sponsored Content

💻 ૧૭ મે થી ૩૧ મે સુધી ઘરે બેઠા 'સ્વગણતરી' સુવિધા

કલેક્ટરશ્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં મુખ્યત્વે ઘરોની ગણતરી (House Listing) કરવામાં આવશે. જેના ભાગરૂપે આજથી એટલે કે તારીખ ૧૭ મે થી લઈને ૩૧ મે સુધી તમામ નાગરિકો માટે ‘સેલ્ફ ઇન્યુમરેશન’ એટલે કે સ્વગણતરીની એક વિશેષ સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાનો મહત્તમ લાભ લેવા માટે નાગરિકોએ સત્તાવાર ઓનલાઈન પોર્ટલ se.census.gov.in પર જવાનું રહેશે.

Kutch Collector Anil Kumar Ranavasiya Census 2027 Online Self Enumeration Portal Kutch Bulletin News

📝 ઓનલાઈન પ્રક્રિયા અને ૩૩ પ્રશ્નોના જવાબો

સ્વગણતરીની પ્રક્રિયા એકદમ સરળ અને સુરક્ષિત છે. નાગરિકોએ પોર્ટલ પર જઈને પોતાનો મોબાઈલ નંબર સબમિટ કરવાનો રહેશે, જેના પર એક ઓટીપી (OTP) આવશે. આ ઓટીપી દાખલ કર્યા બાદ, ઘર અને તેમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ અંગેના કુલ ૩૩ જેટલા પ્રશ્નો સ્ક્રીન પર આવશે, જેની સાચી માહિતી ઓનલાઈન ભરવાની રહેશે. આ તમામ વિગતો ભરીને સબમિટ કરવાથી સિસ્ટમ દ્વારા એક વિશિષ્ટ આઈડી (ID) જનરેટ થશે, જેને નાગરિકોએ સાચવી રાખવાનો રહેશે.

⏳ સમય અને શક્તિની થશે બચત: આગામી તારીખ ૧ જૂનથી લઈને ૩૦ જૂન સુધી વસ્તી ગણતરી માટેના સરકારી ગણતરીદારો રૂબરૂ દરેક નાગરિકના ઘરે આવશે. આ સમયે જો નાગરિકો અગાઉ ઓનલાઈન મેળવેલ આઈડી ગણતરીદારને આપી દેશે, તો ગણતરીદાર પોતાની મોબાઈલ એપમાં તે આઈડી નાખતાની સાથે જ ભરાયેલી તમામ માહિતી આપોઆપ રિફ્લેક્ટ થઈ જશે. આનાથી નાગરિકો તેમજ તંત્ર બંનેના સમય અને શક્તિની મોટી બચત થશે.

📊 દેશના અને જિલ્લાના વિકાસ માટે પાયાનો ડેટા

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીએ વસ્તી ગણતરીની અનિવાર્યતા પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે, નાગરિકો દ્વારા આપવામાં આવતો આ ચોકસાઈપૂર્વકનો ડેટા ભવિષ્યમાં સરકારને લોક-સુખાકારી, નગર આયોજન અને જનકલ્યાણની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ તેમજ નિર્ણયો લેવામાં પાયાનું માધ્યમ બનશે. ઉલ્લેખનીય છે કે, વસ્તી ગણતરીની આ પ્રક્રિયા અંગે કોઈપણ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો નાગરિકો સત્તાવાર હેલ્પલાઈન ટોલ-ફ્રી નંબર ૧૮૫૫ પર સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

કચ્છના સરકારી વહીવટ અને જનજાગૃતિના સમાચારો માટે જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ