Kutch Bulletin | Kutch Administration Alert
કચ્છ બુલેટિન વહીવટી અપડેટ : કચ્છમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ પર મુકાયું પૂર્ણવિરામ ; તંત્ર એક્શન મોડમાં, પુરવઠો સંપૂર્ણપણે યથાવત
▶ જિલ્લા કલેક્ટર કચેરી અને પુરવઠા વિભાગની જનતાને ખાસ અપીલ: અફવાઓથી ડરીને બિનજરૂરી સંગ્રહખોરી કે પેનિક બાયિંગ ન કરો
Kutch Bulletin - ભુજ : વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે છેલ્લા કેટલાક સમયથી ઈંધણની સપ્લાય ચેઈન પર અસર પડવાની આશંકાઓ વચ્ચે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ બન્યું છે. સોશિયલ મીડિયા પર ફેલાતી ઇંધણની તંગી અંગેની અફવાઓથી ન ગભરાવા અને ખોટો પેનિક (ડર) ન ફેલાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી અને પુરવઠા વિભાગ દ્વારા જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સાતત્યપૂર્ણ રીતે મળી રહે તે માટે તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
Sponsored Content
🤝 વહીવટી તંત્ર અને ઓઈલ કંપનીઓ વચ્ચે સઘન સંકલન
કચ્છ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને અહીં દરિયાકાંઠા તેમજ સરહદી વિસ્તારોમાં ચાલી રહેલા વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર અત્યંત ગંભીર છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) સાથે સતત જીવંત તાલમેલ મેળવીને જિલ્લાના તમામ પેટ્રોલ પંપોના પડતર ઈન્ડેન્ટ્સ (ઓર્ડર્સ) સમયસર અને નિયમિત રીતે ક્લિયર કરવામાં આવી રહ્યા છે, જેથી ક્યાંય પણ ઈંધણની સેજ પણ તંગી ન સર્જાય.
⛽ રિટેલ પંપો પરનો ઘસારો ઘટ્યો: બલ્ક ખરીદી પ્રક્રિયા ઝડપી બની
જિલ્લા તંત્ર દ્વારા કન્ઝ્યુમર પંપ ડીલર્સ અને મોટા ઉપભોક્તાઓ સાથે બેઠકો અને સફળ વાટાઘાટો કરવામાં આવી છે. આ વાટાઘાટોના સકારાત્મક પરિણામે મોટા ગ્રાહકો હવે સીધો જ બલ્ક જથ્થો ખરીદી રહ્યા છે. જેના કારણે સામાન્ય નાગરિકો માટેના રિટેલ પેટ્રોલ પંપો પર થતો ઘસારો અને વાહનોની લાંબી લાઈનો હવે નોંધપાત્ર રીતે ઓછી થઈ ગઈ છે. આ ઉપરાંત જિલ્લામાં આવેલા તમામ રિટેલ આઉટલેટ્સ પર ઈંધણના ખરીદ-વેચાણના આંકડાઓની વિગતવાર સમીક્ષા રોજિંદા ધોરણે વહીવટી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
🛡️ કાળાબજારી અને ગેરરીતિઓ રોકવા વિશેષ ટીમો તૈનાત
રાજ્ય સરકારની કડક માર્ગદર્શિકા મુજબ, જિલ્લાના કોઈ પણ ખૂણે એક પણ પેટ્રોલ પંપ 'ડ્રાય' (ઈંધણ વગરનો) ન રહે તે માટે તાલુકા અને જિલ્લા કક્ષાએ ખાસ ફ્લાઈંગ સ્ક્વોડ અને ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો સતત આકસ્મિક ચેકિંગ અને ઝુંબેશ ચલાવીને પેટ્રોલ-ડીઝલની કાળાબજારી અટકાવવા, ઈંધણ પુરવઠામાં થતી કોઈ પણ પ્રકારની ગેરરીતિઓ રોકવા તેમજ નક્કી કરેલા જથ્થાનું ગેરકાયદે ડાયવર્ઝન અટકાવવા માટે કડક નજર રાખી રહી છે.
📈 છેલ્લા બે દિવસમાં સ્થિતિમાં મોટો સુધારો: સરકારી યાદીમાં જણાવ્યા અનુસાર, વહીવટી તંત્રના સઘન પ્રયાસોને કારણે છેલ્લા બે દિવસમાં સમગ્ર કચ્છ જિલ્લાના આઉટલેટ્સ પર ડીઝલના જથ્થાની સપ્લાય અને વેચાણની સ્થિતિમાં ખૂબ જ મોટો સુધારો જોવા મળ્યો છે. હવે ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી સહિત તમામ સ્ટેશનો પર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
📢 Kutch Bulletin ની વાચકોને નમ્ર અપીલ:
જિલ્લા પુરવઠા અધિકારી (કચ્છ-ભુજ) દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે, સાંપ્રત પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં. જિલ્લામાં ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી બિનજરૂરી પેનિક બાયિંગ (ગભરાટમાં આવીને તેલ કે ઈંધણની સંગ્રહખોરી) કરવાથી બચવું. તંત્ર આપની સેવામાં સતત કાર્યરત છે.
વધુ વાંચો:
કચ્છના અધિકૃત વહીવટી સમાચારો અને અફવાઓ પાછળનું સાચું સત્ય જાણવા જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ