Kutch Bulletin | Business & Market Update
બિઝનેસ બુલેટિન: ડૉલર સામે રૂપિયો મજબૂત થતાં સેન્સેક્સ-નિફ્ટીમાં ભવ્ય તેજી ; સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઇલ પાછું ૧૦૫ ડૉલરે
- અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના અંતના સંકેતો અને રૂપિયાની મજબૂતીથી બજારમાં રોકાણકારો ખુશખુશાલ
- સોનું રૂ. ૭૧૯ અને ચાંદી રૂ. ૨,૮૬૭ જેટલી ગગડતા ઝવેરી બજારમાં ફરી એકવાર ખરીદીનો માહોલ સર્જાયો
મુંબઈ/કચ્છ : આજે શેરબજારમાં વીકલી ટ્રેડિંગનો છેલ્લો દિવસ છે ત્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ફરી એકવાર તેજીનો ઘોડો દોડ્યો છે. બજારમાં આ તેજી આવવાનું મુખ્ય કારણ ખાસ કરીને ડૉલર સામે ભારતીય રૂપિયાનું મજબૂત થવું અને અમેરિકા તેમજ ઈરાન વચ્ચે યુદ્ધના અંતના મળી રહેલા સંકેતોને માનવામાં આવી રહ્યા છે. આ વૈશ્વિક પોઝિટિવ અસરો વચ્ચે ભારતીય શેરબજારમાં રોકાણકારોની જોરદાર લેવાલી જોવા મળી છે.
Sponsored Content
📈 સેન્સેક્સ અને નિફ્ટીની વર્તમાન સ્થિતિ
શેરબજારના આંકડાઓ પર નજર કરીએ તો, સેન્સેક્સ ગત રોજના ક્લોઝિંગ ૭૫૧૮૩.૩૬ ની સામે આજે કુલ ૬૨૭ પોઇન્ટનો દમદાર ઉછાળો દર્શાવી રહ્યો છે. આજનું સેન્સેક્સનું હાઇ ૭૫૮૧૦ પોઇન્ટ રહ્યું હતું અને હાલમાં સેન્સેક્સ ૭૫૭૧૮.૫૯ ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી બાજુ નિફ્ટીની વાત કરીએ તો, જે ગઈકાલે ૨૩૬NT પર બંધ થઈ હતી તે આજે ૧૮૧ પોઇન્ટના મોટા ઉછાળા સાથે ૨૩૮૦૭ પર ટ્રેડ થઈ રહી છે, જે બજારની મજબૂત સ્થિતિ દર્શાવે છે.
💰 સોનું અને ચાંદી બજારમાં મોટો ઘટાડો
શેરબજારમાં તેજીની વચ્ચે કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ સસ્તા થયા છે, જેને પગલે ખરીદદારોમાં ખુશી જોવા મળી રહી છે. ચાંદી જે ગઈકાલે વાયદા બજારમાં ૨૭૪૮૮૩ રૂપિયા પર બંધ થઈ હતી તે આજે ૨૭૨૦૧૬ રૂપિયા સુધી તૂટી હતી, જે કુલ ૨૮૬૭ રૂપિયાનો મોટો ઘટાડો દર્શાવે છે. જ્યારે સોનું જે ગઈકાલે ૧૫૯૬૦૬ રૂપિયાએ બંધ થયું હતું તે આજે ૧૫૮૮૧૬ રૂપિયા સુધી ગગડ્યું હતું, જેમાં કુલ ૭૧૯ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
🛢️ ક્રૂડ ઓઇલમાં તેજી તો ડૉલર સામે રૂપિયો મજબૂત
બીજી બાજુ ક્રૂડ ઓઇલમાં આજે ફરી તેજી જોવા મળી રહી છે. ગઈકાલે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ગગડીને ૧૦૨ ડૉલરે આવી ગયું હતું, જોકે આજે ફરી તે ૧૦૫ ડૉલરની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યું છે. ભારતમાં મોંઘવારીના અંકુશ માટે આ આંકડો ફરી એકવાર ખતરાની ઘંટડી સમાન માનવામાં આવે છે. જોકે, રાહતની વાત એ છે કે ડૉલર સામે રૂપિયો સતત મજબૂત થતો દેખાઈ રહ્યો છે. ગઈકાલે ડૉલર સામે રૂપિયો ૯૬.૧૦ ની સપાટીએ ક્લોઝ થયો હતો, જ્યારે આજે રૂપિયો ૯૫.૭૧ રૂપિયા સુધી મજબૂત થઈ ગયો છે. એટલે કે ડૉલર સામે રૂપિયાની વેલ્યૂમાં ૦.૪૦ પૈસા જેટલો સુધારો થયો છે. ઉલ્લેખનીય છે કે એક સમયે ડૉલર સામે રૂપિયો ૯૬.૯૭ ના ઓલ-ટાઇમ લો લેવલે પહોંચી ગયો હતો, જેમાં છેલ્લા બે દિવસમાં રૂપિયામાં સરસ રિકવરી દેખાઈ રહી છે.
વધુ વાંચો:
કચ્છ સહિત દેશ-વિદેશના બિઝનેસ, માર્કેટ અને નાણાકીય બ્રેકિંગ ન્યૂઝ માટે જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ