કચ્છ ક્રાઇમ અપડેટ | મુંદરામાં ટ્રક ભરીને લવાયેલો દારૂ કટિંગ થાય તે પહેલાં જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી | ₹૫૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનું મોટું નેટવર્ક ઝડપાયું

 Kutch Bulletin Crime Roundup | Mundra LCB Mega Liquor Raid

LCB's mega raid in Pratappar area of ​​Mundra: Large network of foreign liquor seized with goods worth over Rs 55 lakh

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ટ્રક ભરીને લવાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાને કટિંગ થાય તે પહેલાં જ ઝડપી પાડ્યો.

દરોડા દરમિયાન વિદેશી દારૂની કુલ ૫,૭૭૨ બોટલો અને ૧,૫૮૪ બિયર ટીન સહિત કુલ ₹૫૫,૧૦,૨૮૪ નો મુદ્દામાલ જપ્ત કરાયો.

દારૂની હેરફેરમાં વપરાતી ટ્રક, આઇસર અને ક્રેટા-અર્ટીકા જેવી કિંમતી કાર સહિત ૫ વાહનો જપ્ત, મુખ્ય સૂત્રધાર સામે ગુનો દાખલ.

Kutch Bulletin Crime Roundup | Mundra LCB Mega Liquor Raid

Kutch Bulletin - મુંદરા ડેસ્ક : પશ્ચિમ કચ્છ જીલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર ધોંસ બોલાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલી કડક સૂચનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) એક મોટી સફળતા હાંસલ કરી છે. મુંદરા તાલુકાના પ્રતાપપર ગામની સીમમાં અન્ય રાજ્યમાંથી ટ્રક ભરીને લવાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થાને કટિંગ કરીને અલગ-અલગ વાહનોમાં વહેંચણી કરવામાં આવે તે પૂર્વે જ પોલીસે દરોડો પાડી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન દરમિયાન દારૂ અને વાહનો સહિત કુલ્લે ₹૫૫,૧૦,૨૮૪ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ખાનગી બાતમીના આધારે પ્રતાપપર સીમમાં ‘રેડ’ 

સરહદી રેન્જ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની ગેરકાયદેસર દારૂની હેરફેર, સંગ્રહ અને વેચાણ અટકાવવાની સૂચના અન્વયે LCBની ટીમ મુંદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, દેવરાજ ગોપાલ ગઢવી અને તેના સાગરીતો ગુજરાત બહારથી એક મોટી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવ્યા છે. પ્રતાપપર ગામની પૂર્વ બાજુની સીમમાં આ જથ્થો ઉતારીને અન્ય નાના-મોટા વાહનોમાં કટિંગ કરી વહેંચવાની પેરવી ચાલી રહી છે. બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક સ્થળ પર ત્રાટકીને રેડ પાડી સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

અડધા કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત 

પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂની બોટલો, બિયરના ટીન અને હેરફેરમાં વપરાતા વાહનો સહિતનો મોટો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેની વિગત નીચે મુજબ છે:

વિદેશી દારૂ અને બિયર (કિંમત ₹૧૫,૪૦,૨૮૪/-): અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૫,૭૭૨ બોટલો તેમજ વિવિધ કંપનીના ૧,૫૮૪ બિયર ટીન.

૫ કિંમતી વાહનો (કિંમત ₹૩૯,૫૦,૦૦૦/-): દારૂના કટિંગ અને હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલા લોડિંગ વાહનો, ફોરવ્હીલર અને મોટર સાઇકલ.

મોબાઇલ ફોન: ₹૨૦,૦૦૦ની કિંમતના ૨ નંગ મોબાઇલ ફોન.

કયા-કયા વાહનો અને કોની સામે નોંધાયો ગુનો? 

આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર દેવરાજ ગોપાલ ગઢવી (રહે. માંડવી-કચ્છ) તેમજ તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ સામે મુંદરા પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર ૧૦૨૩/૨૦૨૬ તથા ગુજરાત પ્રોહીબીશન એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ગુનામાં વપરાયેલા નીચે મુજબના વાહનોના માલિકો/ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે: ૧. ટાટા કંપનીની ટ્રક (રજી. નં. GJ-12-AT-6580) ૨. ટાટા કંપનીનું આઇસર-૧૧૦૯ (રજી. નં. GJ-11-VV-5008) ૩. મારૂતી સુઝુકી કંપનીની અર્ટીકા કાર (રજી. નં. GJ-12-BR-7787) ૪. હુન્ડાઇ કંપનીની ક્રેટા કાર (રજી. નં. GJ-12-DS-6242) ૫. મોટર સાઇકલ (રજી. નં. GJ-12-HE-3453)

આ રહી સફળ કામગીરીની ટીમ 

પશ્ચિમ કચ્છ ભુજ LCBના PI એ.એમ. મકવાણા તથા PSI એમ.એચ. શીણોલના નેતૃત્વમાં ASI પ્રધ્યુમનસિંહ ગોહિલ, ASI અનિરૂદ્ધસિંહ રાઠોડ, PHC મુળરાજભાઈ ગઢવી, PHC લીલાભાઈ દેસાઈ, PHC રાજદીપસિંહ ગોહિલ, PHC રાજેશભાઈ ગઢવી, PC રામજીભાઈ رબારી, PC મહેશભાઈ ચૌહાણ તથા ડ્રાઇવર મહેન્દ્રસિંહ જાડેજાની ટીમે આ સમગ્ર સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ