z Kutch Bulletin Desk | Gujarat News & State Administration
Now, even medicines are fake? FDCA cracks down in Gujarat: Raids conducted on over 30 medical stores and agencies; counterfeit blood pressure medicines seized.
ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડી નકલી દવાઓના કૌભાંડનો પર્દાફાશ કરાયો.
અમદાવાદના સેટેલાઈટ સ્થિત લીલાવતી ફાર્મસીથી શરૂ થયેલી તપાસ લિંક સુરત, ભુજ અને ભાવનગર સુધી પહોંચી.
બ્લડ પ્રેસરની જાણીતી કંપનીની બોગસ દવાઓ સહિત રૂ. ૧.૭૦ લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી લેબમાં ચકાસણી અર્થે મોકલાયો.Kutch Bulletin - અમદાવાદ / ગાંધીનગર : ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદે દવાઓના વેચાણ સામે લાલ આંખ કરીને મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં છેલ્લા ત્રણ દિવસથી હાથ ધરાયેલી સઘન ચેકિંગ ઝુંબેશ દરમિયાન ૩૦ થી વધુ મેડિકલ સ્ટોર્સ અને ફાર્મા એજન્સીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન બ્લડ પ્રેશર (BP) સહિતની ગંભીર બીમારીઓ માટે વપરાતી બોગસ દવાઓનો જથ્થો ઝડપાતાં આરોગ્ય ક્ષેત્રે ભારે ખળભળાટ મચી ગયો છે.
🔎 કેવી રીતે ફૂટ્યો બોગસ દવાઓનો ભાંડો?
મળતી અધિકૃત વિગતો મુજબ, ભરૂચની જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત બ્લડ પ્રેશરની અતિ મહત્વની દવા 'NICARDIA RETARD 10 TABLET' (બેચ નંબર ACG25007) ની બનાવટી અને ડુપ્લિકેટ આવૃત્તિ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા.લિ. ખાતે વેચાતી હોવાની ચોક્કસ માહિતી તંત્રને મળી હતી. જેના આધારે ૧૯ ઓગસ્ટથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
નડિયાદના કિશન મેડિકલ સ્ટોરમાંથી પણ આ જ કંપનીના નામે વેચાતી Nicardia Retard 10 ની ૬૬૦ ટેબ્લેટનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત, અમદાવાદના પાલડી સ્થિત પાર્શ્વ મેડિકલ એજન્સી ખાતેથી ભાવનગરની એપેક્ષ ફાર્મા મારફતે રોટરી ટીમ્બી મેડીકલ સ્ટોર્સને સપ્લાય કરવામાં આવેલી શંકાસ્પદ દવાઓની ૫૯૦ ટેબ્લેટ જપ્ત કરાઈ છે.
🚨 અંદાજે રૂ. ૧.૭૦ લાખનો જથ્થો જપ્ત અને સપ્લાય ચેન સપાટામાં
તપાસ દરમિયાન Nicardia Retard 20, Cilacar 5, Cilacar 10, Cilakar TM 50 તથા Nicardia Retard 10 ના વિવિધ બેચના શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે અને કુલ રૂ. ૧.૭૦ લાખની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ડુપ્લિકેટ દવાઓની સપ્લાય ચેન ઉત્તર પ્રદેશના લખનઉ (સેના ફાર્માસ) થી શરૂ થઈને અમદાવાદના પાલડી અને સેટેલાઈટ સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે.
🏢 કચ્છ, સુરત અને અમદાવાદ સહિતની કઈ કઈ પેઢીઓ તપાસ હેઠળ?
આ રેકેટના મૂળિયાં શોધવા તંત્ર દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર, જૂનાગઢ અને કચ્છના ભુજ સુધી તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. જેમાં નીચે મુજબની મુખ્ય પેઢીઓની ખરીદ-વેચાણના ચોપડા ચકાસાઈ રહ્યા છે:
અમદાવાદ: લીલાવતી ફાર્મસી, પારસ ઈકોમેડ, પાર્શ્વ મેડિકલ એજન્સી, ફાર્મા-૩૬૫, અરિહંત મેડિકલ, જે.એલ.યુ. મેડિકલ, વર્ધમાન મેડિકલ, આગમ ફાર્મા, આયુષ મેડિકલ, એશ્યોર હેલ્થ કેર, રિદ્ધિ મેડિકલ, પારસ મેડિકલ, ગ્લોબલ ફાર્મા, ગિરિરાજ હેલ્થ કેર, કે એમ ડિસ્ટ્રીબ્યુટર.
કચ્છ (ભુજ & ગાંધીધામ): સંજીવની મેડિકલ સહિતના સ્થાનિક નેટવર્ક.
અન્ય શહેરો: કિશન મેડિકલ (નડિયાદ), સાગર ફાર્મા (જૂનાગઢ), મેરુ ફાર્મા અને શ્યામ ડિસ્ટ્રીબ્યુટર (સુરત), એપેક્ષ ફાર્મા અને સત્યમ ફાર્મસી (ભાવનગર).તંત્ર દ્વારા આ તમામ શંકાસ્પદ દવાના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ સંડોવાયેલા તમામ તત્વો સામે કડક કાયદાકીય અને પોલીસ કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ