Kutch Bulletin Desk | Kutch Crime & Administration Updates
Strict action by the Food and Drugs Department in Kutch: Inspections conducted at 18 hotels and restaurants; stale gravy and fat spread destroyed.
ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કચ્છ જિલ્લાની હોટલ-રેસ્ટોરન્ટ્સમાં અચાનક ચેકિંગ.
બટરના નામે વપરાતું ફેટ સ્પ્રેડ, વાસી પનીર, સિન્થેટિક કલરવાળી ગ્રેવી સહિતનો મોટો જથ્થો સ્થળ પર નાશ કરાયો.
નિયમોનું ઉલ્લંઘન કરનારી ૯ પેઢીઓને કાયદા મુજબ સુધારણા નોટિસ ફટકારવામાં આવી.Kutch Bulletin - ભુજ / કચ્છ : ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ કડક તપાસ હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસર્સ શ્રી એસ.બી. પટેલ, શ્રી એમ.એમ. પટેલ તથા શ્રી વી.એમ. બારંડાની સંયુક્ત ટીમ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી ૧૮ જેટલી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
🔍 હાઇજીન અને Schedule-4ના નિયમોની બારીકાઈથી તપાસ
તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા હોટલ-રેસ્ટોરન્ટના રસોડા, સ્વચ્છતા, કારીગરોની આરોગ્યવિષયક પરિસ્થિતિ, FSSAI લાયસન્સ અને ડિસ્પ્લે બોર્ડ સહિત ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એકટ’ના Schedule-4 મુજબની તમામ શરતોનું પાલન થાય છે કે નહીં તેની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. જ્યાં અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણ માલૂમ પડ્યું ત્યાં તાત્કાલિક કડક કાયદાકીય પગલાં લેવાયા હતા.
❌ વાસી અને અયોગ્ય ખાદ્યસામગ્રીનો સ્થળ પર નાશ
ચેકિંગ દરમિયાન બટરના નામે વપરાતું અંદાજે ૩૦ કિલો ફેટ સ્પ્રેડ, ૮ કિલો વાસી પનીર, સિન્થેટિક ફૂડ કલર વાળી ૪૦ કિલો વાસી ગ્રેવી, ૫૦૦ ગ્રામ કૃત્રિમ કલર, પાઉંભાજી માટે વપરાતા ૬ ડઝન અનબ્રાન્ડેડ પાવ તથા પેકિંગ પર કોઈ વિગતો વગરના બ્રેડના પેકેટ્સ જપ્ત કરી માનવ વપરાશ માટે અયોગ્ય ગણાવી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
⚠️ ૯ પેઢીઓને નોટિસ અને તંત્રની ચેતવણી
ખાદ્ય સુરક્ષાના ધોરણોનું પાલન ન કરનારી ૯ પેઢીઓને કાયદા મુજબ સુધારણા નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ ખાદ્ય વ્યવસાયકારોને કડક સૂચના અપાઈ છે કે ઉત્પાદન કે રસોઈમાં લેબલિંગની સંપૂર્ણ વિગતો વાળો જ કાચો માલ વાપરવો અને રસોડામાં સ્વચ્છતા જાળવવી, અન્યથા આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp



0 ટિપ્પણીઓ