Kutch Bulletin Desk | Bhuj & Kutch Education Updates
‘Sanskrit Week’ Celebrated with Enthusiasm at Kutch University: Shloka Recitation Competition and ‘Sanskrit-e-Vijnanam’ Exhibition Held
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે વિશેષ આયોજન.
કુલપતિ ડો. મોહન પટેલ, સમાજ સેવક મનોજ સોલંકી અને ઈનચાર્જ DEO પૃથ્વીરાજસિંહ ઝાલાના હસ્તે શાનદાર ઉદ્ઘાટન.
પ્રાચીન વિમાનશાસ્ત્ર, રસાયણ અને ધાતુવિદ્યા દર્શાવતી ‘સંસ્કૃતે વિજ્ઞાનમ્’ પ્રદર્શની તથા ભગવદ્ગીતા શ્લોક સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ.Kutch Bulletin - ભુજ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ (ગાંધીનગર)ના સંયુક્ત ઉપક્રમે 'સંસ્કૃત સપ્તાહ' નિમિત્તે વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત ‘સંસ્કૃત પુસ્તક પ્રદર્શની’, ‘સંસ્કૃતે વિજ્ઞાનમ્ પ્રદર્શની’ તથા શ્રીમદ્ ભગવદ્ગીતા આધારિત ‘શ્લોક કંઠપાઠ સ્પર્ધા’ યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતની અનાદિ સંસ્કૃતિ, સાહિત્યિક વારસો અને સંસ્કૃત ભાષામાં છુપાયેલા વૈજ્ઞાનિક જ્ઞાન વિશે નવી પેઢીમાં લોકજાગૃતિ લાવવાનો હતો.
📌 શાનદાર ઉદ્ઘાટન અને મહાનુભાવોની ઉપસ્થિતિ
સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું ઉદ્ઘાટન કચ્છ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડો. મોહન પટેલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય અને પ્રસિદ્ધ સમાજ સેવક શ્રી મનોજ સોલંકી તેમજ ઈનચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈ.આઈ. શ્રી મહેશદાન ગઢવી અને ક્લાસ-૨ ઓફિસર શ્રી શિવુભા ભાટી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
🎙️ વક્તાઓના પ્રેરણાદાયી અને વિશ્લેષણાત્મક પ્રવચનો
પ્રો. કશ્યપ ત્રિવેદી (સંસ્કૃત વિભાગાધ્યક્ષ): તેમણે સંસ્કૃત દિન અને સંસ્કૃત સપ્તાહના ઇતિહાસની ભૂમિકા આપતાં જણાવ્યું કે ૧૯૪૨ અને ૧૯૪૭માં ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા સંસ્કૃતને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવાના પ્રસ્તાવ અંગે વિગતો આપી હતી. હસ્તપ્રતોમાં સુરક્ષિત ભારતીય જ્ઞાન વારસાના ડોક્યુમેન્ટેશન અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ચાલતી પ્રોત્સાહક પ્રવૃત્તિઓની તેમણે સરાહના કરી હતી.
શ્રી મનોજ સોલંકી: તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંસ્કૃત ભાષામાં ભારતીય સંસ્કૃતિ અને ધરોહરનો આત્મા વસેલો છે. મેકોલેની શિક્ષણપ્રણાલી માત્ર ભૌતિકતા માટે હતી, જ્યારે ભારતીય શિક્ષણનું ધ્યેય વિશ્વકલ્યાણ છે.
કુલપતિ ડો. મોહન પટેલ: સંસ્કૃતની ઉપાસના માત્ર એક સપ્તાહ પૂરતી સીમિત ન રહેતા આખું વર્ષ થવી જોઈએ તેવું આહ્વાન કર્યું હતું.
શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા (ઈનચાર્જ DEO): તેમણે સંસ્કૃત અધ્યાપકોની ઘટી રહેલી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી સંસ્કૃત બોર્ડના પ્રયાસોથી સાનુકૂળ પરિણામો મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.📚 પ્રદર્શનીનું આકર્ષણ: ‘સંસ્કૃતમાં વિજ્ઞાન અને અગાધ સાહિત્ય’
કાર્યક્રમ દરમિયાન યોજાયેલી પ્રદર્શનીમાં દુર્લભ હસ્તપ્રતો, વેદ, ઉપનિષદ અને ભગવદ્ગીતા ઉપરાંત ‘સંસ્કૃતે વિજ્ઞાનમ્’ અંતર્ગત પ્રાચીન ભારતના વિમાનશાસ્ત્ર, ધાતુવિદ્યા, કૃષિવિદ્યા, પર્યાવરણવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ભૌતિકવિજ્ઞાન જેવા વિષયોના ગ્રંથોના પ્રમાણ ચાર્ટ્સ અને ગ્રાફિક્સ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
🏆 શ્લોક કંઠપાઠ સ્પર્ધાનું પરિણામ શ્રીમદ્ ભગવદ્ગીતાના ૬ઠ્ઠા અધ્યાયના શ્લોક ગાન માટે યોજાયેલી સ્પર્ધામાં ૨૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે નિવૃત્ત શિક્ષક શ્રી વિજયભાઈ વ્યાસ અને બેલાબેન મહેતાએ સેવા આપી હતી.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ:
🥇 પ્રથમ ક્રમાંક: કોટડીયા મિશ્વા જી.
🥇 પ્રથમ ક્રમાંક: જેઠવા નયન ડી.
👏 સંચાલન અને આભારવિધિ કાર્યક્રમનું સંકલન ડો. પંકજ ઠાકર, ડો. મહેન્દ્ર પ્રજાપતિ, અંજના રામાનંદી અને રેખા રાવલ દ્વારા કરાયું હતું. સંચાલન જેઠવા નયન અને સુચિતા ઠક્કરે કર્યું હતું, જ્યારે આભારવિધિ ડો. પંકજ ઠાકરે કરી હતી.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp


0 ટિપ્પણીઓ