Kutch Bulletin Desk | Railway & Business Updates
Ahmedabad Division records revenue of over ₹800 crore in August 2026: An increase of ₹26.38 crore compared to the previous year.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા વાણિજ્યિક પ્રવૃત્તિઓ, માલ પરિવહન અને પાર્સલ સેવાઓમાં નોંધપાત્ર કામગીરી.
માલ પરિવહનથી ₹631.31 કરોડ અને પાર્સલ સેવાથી ₹7.17 કરોડની આવક પ્રાપ્ત થઈ.
સામાખિયાળી-વોંધ-ભચાઉ રૂટ પર ઓટોમેટિક સિગ્નલિંગ શરૂ; ખરાબ કેટરિંગ બદલ ₹34.50 લાખનો દંડ ફટકારાયો.Kutch Bulletin - અમદાવાદ / ભુજ : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓગસ્ટ 2026 દરમિયાન વાણિજ્યિક પ્રવૃત્તિઓ, માલ પરિવહન (Freight), પાર્સલ, ટિકિટ ચેકિંગ તથા નોન-ફેર રેવન્યુના ક્ષેત્રમાં શાનદાર અને નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. અમદાવાદ મંડળે ઓગસ્ટ 2026માં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કુલ ₹804.58 કરોડની આવક મેળવી છે, જ્યારે ઓગસ્ટ 2025માં કુલ આવક ₹778.20 કરોડ રહી હતી. આમ, ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ₹26.38 કરોડનો વધારો નોંધાયો છે.
🚆 માલ પરિવહન અને ઓપરેશન ક્ષેત્રે 'બેસ્ટ એવર' સિદ્ધિઓ
અમદાવાદ મંડળ દ્વારા ઓગસ્ટ 2026માં 4.4651 મિલિયન ટન માલનું લોડિંગ કરવામાં આવ્યું, જે નિર્ધારિત લક્ષ્યાંક કરતાં 7% વધુ છે. આ દરમિયાન માલ આવક તરીકે ₹631.31 કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 6.13% વધુ છે.
અન્ય ક્ષેત્રોની કમાણી અને સિદ્ધિઓ નીચે મુજબ છે:
પાર્સલ આવક: ₹7.17 કરોડ (માસિક લક્ષ્યાંક કરતાં 9% અને ગત વર્ષ કરતાં 14% વધુ).
ટિકિટ ચેકિંગ: ટિકિટ ચેકિંગ દ્વારા ₹2.48 કરોડની આવક થઈ, જેમાં ગત વર્ષની સરખામણીએ 21% નો વધારો જોવા મળ્યો છે.
ટ્રેન ઇન્ટરચેન્જ: પ્રતિદિન સરેરાશ 218.84 ટ્રેનો ઇન્ટરચેન્જ થઈ. DFC પોઈન્ટ્સ પર સરેરાશ ઇન્ટરચેન્જ 11.8% વધીને 100.81 ટ્રેનો પ્રતિદિન રહ્યું.
ટર્મિનલ રેકોર્ડ: ભુજ/કચ્છ પ્રદેશ સાથે જોડાયેલા આર્ય ફ્રેઇટ ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડ, ભીમાસર (AFGB) દ્વારા ₹9.85 કરોડની રેકોર્ડ માસિક ફ્રેઇટ આવક હાંસલ કરાઈ છે. આ ઉપરાંત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ ટર્મિનલ (DDPS) દ્વારા ₹6.30 કરોડની આવક નોંધાઈ છે.🛠️ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યાત્રી સુવિધાઓમાં વધારો
પરિચાલન ક્ષમતા વધારવા માટે સામાખિયાળી-વોંધ-ભચાઉ, સાણંદ-છારોડી અને આંબલિયાસણ-મહેસાણા રેલખંડોમાં ઓટોમેટિક સિગ્નલિંગનું કમિશનિંગ કરવામાં આવ્યું છે. ઓગસ્ટ માસમાં 365 લોંગ હોલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત યાત્રી સુવિધા માટે વિવિધ ટ્રેનોમાં 464 વધારાના કોચ જોડવામાં આવ્યા છે તથા અમદાવાદ-ભાગલપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાઈ છે.
મંડળ દ્વારા નવી કોમોડિટી તરીકે ચૂનાના પથ્થર (Limestone) ની 5 રેક મોકલી ₹1.91 કરોડની વધારાની આવક મેળવાઈ છે. તેમજ શિવલખા ખાતે M/s KMT Engineering નું GCT કમિશન કરાયું અને સાંતલપુર ખાતે નવું વેઇબ્રિજ કાર્યરત કરવામાં આવ્યું છે.
🍱 કેટરિંગ પર ઝીરો ટોલરન્સ: ₹34.50 લાખનો દંડ ફટકારાયો
ઓગસ્ટ મહિનામાં ખાદ્ય સુરક્ષા નિયમો પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ મંડળની તમામ 14 બેઝ કિચન અને 1 રિફ્રેશમેન્ટ રૂમનું અચાનક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગંભીર અનિયમિતતાઓ બદલ કુલ ₹34.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ 26 કેટરિંગ યુનિટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટેશનો પર ગંદકી ફેલાવવા અને ધૂમ્રપાન કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ હતી.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ