ગાંધીધામમાં નબીરાઓનો જીવલેણ આતંક | જન્મદિવસની રાત્રે જ ભાવિક મહેશ્વરી સહિત બે યુવાનોને કચડ્યા |પંથકમાં ભારે રોષ

ગાંધીધામ, કચ્છ: Kutch Bulletin ના અત્યંત દુઃખદ અહેવાલ મુજબ, કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં ગત મધરાત્રે નબીરાઓએ બેફામ ગાડી ચલાવી બે નિર્દોષ યુવાનોનો ભોગ લીધો છે. Kutch Latest News  ટાગોર રોડ પર સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના કરુણ મોતથી સમગ્ર મહેશ્વરી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Gandhidham Tagore Road car accident Bhavik Maheshwari death Kutch


જન્મદિવસની ખુશી માતમમાં ફેરવાઈ

આ ઘટનાની સૌથી કરુણ બાબત એ છે કે, મૃતક ભાવિક મહેશ્વરીનો ગઈકાલે જ જન્મદિવસ હતો. પોતાના જન્મદિનની ઉજવણી કરીને મિત્રો સાથે પરત ફરી રહેલા ભાવિક મહેશ્વરી અને કલ્પેશ મહેશ્વરીને રોટરી સર્કલ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધા હતા. બંને યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. એક તરફ જ્યાં ઘરમાં જન્મદિવસના વધામણાં હતા, ત્યાં જ જુવાનજોધ દીકરાની અર્થી ઉઠતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

નબીરાઓને જનતાએ ચખાડ્યો મેથીપાક

અકસ્માત સર્જીને ભાગવા જઈ રહેલા કાર સવાર નબીરાઓને ત્યાં હાજર રોષે ભરાયેલા લોકોએ પકડી પાડ્યા હતા અને એક નબીરાને મેથીપાક ચખાડ્યો હતો. જોકે, અન્ય ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. આ અકસ્માતમાં અન્ય બે યુવાનો ચંદ્રેશ દનિચા અને ભાવેશ ભાર્યાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસ કાર્યવાહી અને તપાસ

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો દાખલ કર્યો છે અને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ટાગોર રોડ જેવા વ્યસ્ત માર્ગ પર રાત્રિના સમયે રેસિંગ કરતા નબીરાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.


વધુ વાંચો:


કચ્છના તાજા સમાચાર અને ગ્રાઉન્ડ રિપોર્ટ માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ