ભુજ LCB નો સપાટો | સસ્તું સોનું આપવાની લાલચ આપી ૩૦ લાખ પડાવતી ગેંગ પાસેથી ૨૪ લાખ રિકવર કરી મૂળ માલિકને પરત અપાવ્યા

ભુજ, કચ્છ: Kutch Bulletin ના ક્રાઈમ રિપોર્ટ મુજબ, ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) ‘તેરા તુજકો અર્પણ’ સૂત્રને સાર્થક કરતા છેતરપિંડીનો ભોગ બનનાર રાજસ્થાનના યુવાનને તેની ગુમાવેલી રકમ પૈકી ૨૪ લાખ રૂપિયા પરત અપાવ્યા છે. Kutch Latest News સસ્તું સોનું આપવાની લાલચ આપી આ રકમ પડાવી લેવામાં આવી હતી.

Bhuj LCB Inspector A.M. Makwana returning recovered cash to fraud victim


સસ્તું સોનું બતાવી ૩૦ લાખની છેતરપિંડી

રાજસ્થાનના ફતેહપુરના શાબાઝ ચૌહાણને આરોપીઓએ બજાર ભાવ કરતા સસ્તું સોનું આપવાની લાલચ આપી ભુજ બોલાવ્યા હતા. આરોપીઓએ વિશ્વાસ કેળવી ફરિયાદી પાસેથી ૩૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ સોનું આપવાને બદલે અંજાર પાસે બોલાવી ધાક-ધમકી આપી, મારપીટ કરી અને જબરદસ્તીથી સહી કરાવી માત્ર એક લાખ પરત આપી બાકીના પૈસા ઓળવી ગયા હતા.

LCB ની તપાસ અને ૨૪ લાખની રિકવરી

ગત ૨૨ જાન્યુઆરીના રોજ ફરિયાદીએ એલસીબીનો સંપર્ક કરતા પી.આઈ. એ.એમ. મકવાણાએ તપાસ શરૂ કરી હતી. પોલીસે આ કેસમાં રમજુ કાશમશા શેખ, અનવરખાન પઠાણ અને આમદશા શેખ નામના આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ૨૪,૦૦,૦૦૦ રૂપિયા રિકવર કર્યા હતા. નામદાર કોર્ટના હુકમ બાદ આ રકમ મૂળ માલિકને પરત સોંપવામાં આવી હતી.

પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સફળ કામગીરી

સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે આ સફળ કામગીરી પાર પાડી છે. પોલીસે રકમ પરત સોંપીને પ્રજામાં વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.


વધુ વાંચો:


કચ્છના તાજા સમાચાર અને ક્રાઈમ અપડેટ્સ માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ