દિવ્યાંગ રમતવીરોને પ્રોત્સાહન
સર્વોદય ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સેન્ટરમાં તાલીમ લઈને પેરા એથલેટિક્સમાં ઝળકેલા રમતવીરોને હર્ષ સંઘવીએ વ્યક્તિગત રીતે અભિનંદન પાઠવ્યા હતા. જેમાં ગોલ્ડ મેડલ વિજેતા રીંકલબેન પટેલ, ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ વિજેતા દિપેશભાઈ વરચંદ અને જુનિયર ખેલાડી આદિલ ખલીફનો સમાવેશ થાય છે. નાયબ મુખ્યમંત્રીએ આ રમતવીરોની હિંમતને બિરદાવી તેમને ભવિષ્યમાં હજુ વધુ આગળ વધવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
દર્દીઓ સાથે સહજ સંવાદ
મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ સેન્ટરના કાર્ડિયો ડિપાર્ટમેન્ટ અને પ્રોસ્થેટિક એન્ડ ઓર્થિટિક ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ આધુનિક સાધનો વિશે માહિતી મેળવી હતી. તેમણે વોર્ડમાં જઈને દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા અને તેમને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, આવી ઉત્તમ સંસ્થાઓના કારણે આજે દિવ્યાંગો ફરી બેઠા થઈને સમાજમાં ગૌરવભેર જીવી રહ્યા છે.
અગ્રણીઓની ઉપસ્થિતિ
આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, અગ્રણી દેવજીભાઈ વરચંદ, ધવલ આચાર્ય, મુન્દ્રા પ્રાંત અધિકારી બી.એચ.ઝાલા, સર્વોદય ટ્રસ્ટના ચેરમેન ડૉ. વિજયભાઈ છેડા, ડૉ. લોગનાથન અને ડૉ. અશોક ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને નાયબ મુખ્યમંત્રીએ ખૂબ જ બિરદાવી હતી.
વધુ વાંચો:
- ભુજ એરપોર્ટ રિંગરોડ પર ભારે વાહનો માટે નવો રૂટ જાહેર
- આજનું રાશિફળ: મહાશિવરાત્રી પર કેવું રહેશે તમારું ભાગ્ય?
કચ્છની આવી જ પ્રેરણાદાયી ખબરો માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp



.jpeg)
0 ટિપ્પણીઓ