ભુજ: Kutch Bulletin ના રાજકીય અહેવાલ મુજબ, જેની લાંબા સમયથી આતૂરતાપૂર્વક રાહ જોવાતી હતી તે કચ્છ ભાજપની નવી સંગઠન ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. Kutch Latest News જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ દ્વારા પ્રદેશ અધ્યક્ષની અનુમતિ બાદ નવી ટીમની યાદી જાહેર કરી છે.
મહામંત્રી પદે આ ત્રણ નામોની પસંદગી
નવી ટીમમાં મહામંત્રી પદે ધવલ કાંતિલાલ આચાર્યને રિપીટ કરવામાં આવ્યા છે. તેમની સાથે હિતેશ હિંમતલાલ ખંડોર અને ભીમજી હરજી જોધાણીની પણ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. આ ટીમના માધ્યમથી ભાજપે આગામી સમય માટે સંતુલિત સમીકરણો સાધવાનો પ્રયાસ કર્યો છે.
ઉપપ્રમુખ અને મંત્રીઓની યાદી
ઉપપ્રમુખ: મશરુભાઇ રબારી, અશોકભાઇ હાથી, મૂળજીભાઇ મ્યાત્રા, રેશ્માબેન ઝેવેરી, પ્રફુલ્લસિંહ જાડેજા, આશિકાબેન ભટ્ટ, સુરેશભાઇ સંઘાર અને વિકાસભાઇ રાજગોર.
મંત્રી: પરેશભાઇ ભાનુશાલી, છાયાબેન ગઢવી, નયનાબેન પટેલ, ઉમેશભાઇ સોની, રાજેશભાઇ પલણ, રૂપલબેન દેસાઇ, રસિલાબેન બારી અને કંચનબેન વાઘેલા.
વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂંક
- યુવા મોરચા: રામભાઈ ગીલવા
- મહિલા મોરચા: પારૂલબેન કારા
- કિસાન મોરચા: હિતેશભાઈ પાંચાણી
- બક્ષીપંચ મોરચા: હિતેશભાઈ ગોસ્વામી
- SC મોરચા: રવિલાલ ગરવા
- લઘુમતી મોરચા: આકીબભાઈ બાયડ
આ ઉપરાંત સોશિયલ મીડિયા વિભાગમાં પીયૂષભાઇ ભોજાણી, આઇટી વિભાગમાં ભૌમિકભાઇ વછરાજાની અને મીડિયા વિભાગમાં સાત્ત્વિકદાન ગઢવીની નિમણૂંક કરવામાં આવી છે.
વધુ વાંચો:
- આજનું પંચાંગ અને રાશિભવિષ્ય: ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર
- ભુજ એરપોર્ટ પર હવે ટેક્સીના મનસ્વી ભાડામાંથી મુક્તિ
- બોલિવૂડમાં નવી જોડી: શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના સાથે જોવા મળશે
કચ્છના રાજકારણ અને અન્ય તાજા સમાચાર માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ