બોલિવૂડમાં નવી જોડીનો ધડાકો | શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના રોમેન્ટિક-કોમેડી ફિલ્મમાં સાથે જોવા મળશે | જાણો ક્યારે શરૂ થશે શૂટિંગ

મુંબઈ: Kutch Bulletin ના મનોરંજન અહેવાલ મુજબ, બોલિવૂડમાં ફરી એકવાર નવી જોડીનો જાદુ જોવા મળવાનો છે. અભિનેતા શાહિદ કપૂર અને 'નેશનલ ક્રશ' રશ્મિકા મંદાના એક આગામી રોમેન્ટિક-કોમેડી ફિલ્મમાં સાથે જોવા મળશે.

Sahid kapoor and Rashmika Mandana


અમિત શર્મા કરશે ડાયરેક્શન

એક અહેવાલ મુજબ, ડાયરેક્ટર અમિત શર્માની આગામી અનટાઇટલ્ડ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં આ જોડી લીડ રોલ કરશે. અમિત શર્મા અને શાહિદે હાલમાં જ 'કોકટેલ-ટુ' નું શૂટિંગ પૂરું કર્યું છે અને હવે તેઓ ફરીથી આ નવા પ્રોજેક્ટમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે.

ઇમોશનલ અને પર્સનલ હશે ઓન-સ્ક્રીન સંબંધ

ફિલ્મની વાર્તા વિશે જાણવા મળ્યું છે કે, આમાં શાહિદ અને રશ્મિકાનો ઓન-સ્ક્રીન સંબંધ ઘણો પર્સનલ, ઇમોશનલ અને ઊંડો બતાવવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૬માં શરૂ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

અન્ય પ્રોજેક્ટ્સ

શાહિદ કપૂર અત્યારે તેની આગામી ફિલ્મ 'ઓ રોમિયો' માં પણ વ્યસ્ત છે, જેમાં તે તૃપ્તિ ડિમરી સાથે જોવા મળશે. ત્યારે હવે રશ્મિકા સાથેની તેની આ નવી જોડીને પડદા પર જોવા માટે ચાહકોમાં અત્યારથી જ ઉત્તેજના જોવા મળી રહી છે.


વધુ વાંચો:


બોલિવૂડ અને દેશ-દુનિયાના તાજા સમાચાર માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ