કચ્છ યુનિવર્સિટીનો રાષ્ટ્રીય સ્તરે ડંકો | ઉદયપુરમાં યોજાયેલ ‘જીયોયુથ’માં કચ્છના વિદ્યાર્થીઓએ મેળવ્યા શ્રેષ્ઠ ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન એવોર્ડ

Kutch Bulletin: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના જીયોલોજી વિભાગના વિદ્યાર્થીઓએ ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી છે. ઉદયપુરની મોહનલાલ સુખાડિયા યુનિવર્સિટી ખાતે યોજાયેલ 14મા ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ સિમ્પોઝિયમ ઓન જીયોલોજી (જીયોયુથ-2026) માં કચ્છના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એવોર્ડ્સ હાંસલ કર્યા છે.

Kutch University Geology students winners at GeoYouth 2026 Udaipur Mahimaba Chauhan Diya Goswami Madhavi Suvera awards Kutch Bulletin


19 થી 21 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ ત્રિદિવસીય નેશનલ ઇવેન્ટમાં ભારતભરની વિવિધ યુનિવર્સિટીઓમાંથી 100થી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કચ્છ યુનિવર્સિટીના 10થી વધુ વિદ્યાર્થીઓએ વિભાગના પ્રાધ્યાપક ડૉ. ગૌરવ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોતાના સંશોધન રજૂ કર્યા હતા.

Kutch University Geology students winners at GeoYouth 2026 Udaipur Mahimaba Chauhan Diya Goswami Madhavi Suvera awards Kutch Bulletin


કચ્છના વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિઓ:

  • મહિમાબા ચૌહાણ: નેશનલ લેવલની સ્પર્ધામાં 'બેસ્ટ ઓરલ પ્રેઝન્ટેશન' નો એવોર્ડ જીત્યો.
  • દિયા ગોસ્વામી અને માધવી સુવેરા: સંયુક્ત રીતે 'બેસ્ટ પોસ્ટર પ્રેઝન્ટેશન' નો એવોર્ડ પ્રાપ્ત કર્યો.
  • વૈષ્ણવ સુરેશ: જીયોક્વિઝ સ્પર્ધામાં તેમની ટીમ વિજેતા બની હતી.

કોન્ફરન્સની શરૂઆત ડૉ. ગૌરવ ડી. ચૌહાણના ગેસ્ટ કીનોટ લેક્ચરથી થઈ હતી, જેમાં તેમણે દેશભરના યુવા જીયોલોજિસ્ટ્સને પશ્ચિમ ભારતના ભૂકંપ, એક્ટિવ ફોલ્ટ અને અર્થક્વેક હેઝાર્ડ મેનેજમેન્ટ વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. ડૉ. ચૌહાણે જણાવ્યું કે આવા આયોજનોથી કચ્છના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર અને જ્ઞાનના આદાન-પ્રદાનની તક મળે છે.

Kutch University Geology students winners at GeoYouth 2026 Udaipur Mahimaba Chauhan Diya Goswami Madhavi Suvera awards Kutch Bulletin


વિદ્યાર્થીઓની આ ઉજ્જવળ સફળતા બદલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ અને કુલસચિવ ડૉ. અનિલ ગોર દ્વારા જીયોલોજી વિભાગ, ડૉ. ચૌહાણ અને તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા છે.


વધુ વાંચો:


કચ્છની શૈક્ષણિક અને પ્રેરણાદાયી ખબરો માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ