Kutch Bulletin: સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને 'નેશનલ ક્રશ' રશ્મિકા મંદાનાના લગ્નને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો હવે તેજ બની છે. સોશિયલ મીડિયા પર એક વેડિંગ કાર્ડ (કંકોત્રી) વાયરલ થઈ રહી છે, જેને જોઈને ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીના અંતમાં આ કપલ લગ્ન કરી શકે છે તેવી ચર્ચાઓ હવે જોર પકડી રહી છે.
ક્યારે છે લગ્ન અને રિસેપ્શન?
વાયરલ થયેલા કાર્ડ મુજબ, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ એક ખાનગી સમારોહમાં લગ્નના બંધનમાં બંધાશે. ત્યારબાદ ૪ માર્ચ ના રોજ કપલનું ભવ્ય રિસેપ્શન યોજવામાં આવશે તેવો ઉલ્લેખ કાર્ડમાં જોવા મળે છે. અહેવાલો અનુસાર, લગ્ન માટે રાજસ્થાનના ઉદયપુરમાં એક આલીશાન હેરિટેજ પ્રોપર્ટીનું લોકેશન ફાઈનલ કરવામાં આવ્યું છે.
વેડિંગ કાર્ડમાં શું લખ્યું છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ કાર્ડમાં ભાવુક સંદેશ લખવામાં આવ્યો છે કે, "અમારા પરિવારોના પ્યાર અને આશીર્વાદથી હું અને રશ્મિકા ૨૬.૦૨.૨૬ ના રોજ એક નાનકડા અને ખાસ સમારોહમાં લગ્ન કરીશું." જોકે, હજુ સુધી વિજય કે રશ્મિકા દ્વારા આ કાર્ડની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, તેથી ઘણા લોકો તેને ફેન-મેડ કાર્ડ પણ માની રહ્યા છે.
'ગીતા ગોવિંદમ' થી શરૂ થયેલી સફર
રશ્મિકા અને વિજયે ૨૦૧૮માં આવેલી સુપરહિટ ફિલ્મ 'ગીતા ગોવિંદમ' માં પ્રથમવાર સાથે કામ કર્યું હતું. ત્યારબાદ ૨૦૧૯માં 'ડિયર કોમરેડ' માં પણ તેમની કેમિસ્ટ્રી લોકોને ખૂબ ગમી હતી. એવું કહેવામાં આવે છે કે ૩ ઓક્ટોબરના રોજ હૈદરાબાદમાં આ યુગલે છૂપી રીતે સગપણ પણ કરી લીધું હતું. હવે જોવાનું એ રહેશે કે ૨૬ ફેબ્રુઆરીએ આ કપલ ખરેખર સાત ફેરા લે છે કે નહીં !
વધુ વાંચો:
- અંજારમાં SMC નો મોટો ધડાકો: ૨.૦૬ કરોડનો દારૂ ઝડપાયો
- ધ્રંગ માર્ગ અકસ્માત: પિતા-પુત્ર સહિત ૩ ના મોતથી શોક
દેશ-દુનિયા અને મનોરંજન જગતની તાજા ખબરો માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp



0 ટિપ્પણીઓ