મુંદરા, કચ્છ : Kutch Bulletin ના અત્યંત દુઃખદ અહેવાલ મુજબ, મુંદરા તાલુકાના ભોરારા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે આશાસ્પદ યુવાનોના કરુણ મોત નીપજ્યા છે. Kutch Latest News ગત રાત્રે બનેલી આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર મુંદરા પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
![]() |
| પ્રતિકાત્મક તસ્વીર |
૧૭ વર્ષીય બે મિત્રોએ ગુમાવ્યા જીવ
આ કરુણ બનાવમાં મુંદરાના શ્રીજી નગરમાં રહેતા ૧૭ વર્ષીય સાગર અશોક પાંડે અને બારોઈની કલાપૂર્ણ રેસીડેન્સીમાં રહેતા ૧૭ વર્ષીય અપૂર્વ દેવેન્દ્રભાઈ ગઢવી નર્મદાની કેનાલમાં ગરકાવ થયા હતા. ગત રાત્રે આશરે ૧૦:૪૫ વાગ્યાના અરસામાં ૧૧૨ નંબર પરથી જાણ કરવામાં આવતા જ વહીવટી તંત્ર અને ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું.
૩ કલાકની ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા
ઘટનાની જાણ થતા જ ભુજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ડીસીઓ ભગતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ફાયર ટીમે રાત્રિના ઘનઘોર અંધકારમાં યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. આશરે ત્રણ કલાક સુધી ચાલેલી સઘન શોધખોળ બાદ અંતે બંને યુવાનોના મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
સ્થાનિક અગ્રણીઓ દોડી આવ્યા
બનાવની ગંભીરતાને જોતા મુન્દ્રા નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી, સામાજિક આગેવાન રામભાઈ ગઢવી સહિતના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બે કુમળી વયના દીકરાઓના અકાળે અવસાનથી તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. ફાયરમેન પ્રતીક મકવાણા, રફીક ખલીફા, જય ઠક્કર અને દક્ષ ભટ્ટે આ કપરી કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વધુ વાંચો:
- સૂર્ય પર પૃથ્વી કરતા ૧૫ ગણું વિશાળ 'સનસ્પોટ' દેખાયું; જાણો ખતરો
- કચ્છ સરહદે શક્તિપ્રદર્શન: સંરક્ષણ સચિવની ભુજ મુલાકાત
- રાપર: બેલાના હનુમાનવાંઢ પાસે માલધારીનું ડૂબી જવાથી મોત
- ભુજ: આંગણવાડી કાર્યકરોનો હલ્લાબોલ; વેતન વધારા મુદ્દે રજૂઆત
કચ્છના ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

0 ટિપ્પણીઓ