ખાખી પર હુમલો ભારે પડ્યો | ભચાઉમાં ફરજ પરના પોલીસકર્મીને ઈજા પહોંચાડનાર લતિફ કકલને સખત સજા

ખાખી પર હુમલો અને ફિલ્મી સ્ટાઈલે ફરાર: ભચાઉના કુખ્યાત 'લતિયા'ને અંતે ૩ વર્ષની કેદની સજા

પોલીસની પીઠમાં છરી હુલાવી નાસી છૂટનાર લતિફ કકલ સામે ભચાઉ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

ભચાઉ - કચ્છ બુલેટિન: વર્ષ ૨૦૧૬ની એ સાંજ જ્યારે ભચાઉ પોલીસ સ્ટેશનના એક જાંબાઝ પોલીસકર્મી પોતાની કાયદેસરની ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે એક ગુનેગારના મનમાં પાપ જાગ્યું. પોતાની ધરપકડથી બચવા માટે આરોપીએ જે હિંમત કરી, તેનો અંજામ આજે ૧૦ વર્ષ બાદ જેલના સળિયા પાછળ આવ્યો છે.

Bhachau Police Station Attack Case Latif sentenced - Kutch Bulletin

🚔 શું હતી એ ઘટના?

મદીનાનગરનો રહેવાસી લતિયો ઉર્ફે લતિફ નુરમામદ કકલ પોલીસની પકડમાં આવવા માંગતો ન હતો. જ્યારે પોલીસ તેને પકડવા પહોંચી ત્યારે લતિયાએ છુપાવી રાખેલી તીક્ષ્ણ છરી કાઢી પોલીસકર્મીની પીઠના ભાગે ઝીંકી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં પોલીસકર્મીને મૂકી લતિયો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.

પોલીસની 'ઝીણવટભરી' તપાસ અને પુરાવાઓની જાળ

આ હુમલો માત્ર એક વ્યક્તિ પર નહીં પણ સમગ્ર પોલીસ તંત્ર પર હતો. તત્કાલીન પીએસઆઈ જે.બી. ચૌધરી અને તેમની ટીમે આ કેસને એક ચેલેન્જ તરીકે લીધો. ગુનાના સ્થળના પંચનામાથી લઈને દસ્તાવેજી અને સાંયોગિક પુરાવાઓની એવી કડી જોડી કે લતિયો કાયદાની ચુંગાલમાંથી છૂટી ન શકે. તપાસ પૂર્ણ થતા ભચાઉ કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

અદાલતમાં ધારદાર દલીલો અને ચુકાદો

ભચાઉ સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ પ્રોસિક્યુશન પક્ષે ધારદાર દલીલો કરી હતી. તેમણે અદાલત સમક્ષ પુરાવાઓ એવી રીતે રજૂ કર્યા કે આરોપીનો ગુનો સાબિત થઈ ગયો. અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી લતિફને કલમ ૩૦૭ (ખૂનની કોશિશ), ૩૩૨ અને ૨૦૧ હેઠળ દોષિત ઠેરવ્યો હતો.

⚠️ સેશન્સ કોર્ટે લતિયા ઉર્ફે લતિફને ૩ વર્ષની સખત કેદની સજા અને દંડનો હુકમ કર્યો છે.

આ ઓપરેશનમાં તપાસ અધિકારી જે. બી. ચૌધરી, ભચાઉ પોલીસ સ્ટાફ અને સરકારી વકીલ ડી. એસ. જાડેજાની ટીમે ન્યાય અપાવવા માટે ભજવેલી ભૂમિકાને ભચાઉવાસીઓએ બિરદાવી છે. આ ચુકાદાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


કચ્છના ક્રાઈમ અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે:

Join WhatsApp Channel

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ