Kutch Education | Science Update
ભુજ રીજનલ સાયન્સ સેન્ટરમાં જિયોલોજિસ્ટ ડે નિમિત્તે વૈજ્ઞાનિક કાર્યક્રમ યોજાયો
કચ્છ બુલેટિન - ભુજ : ભુજ ખાતે આવેલ રીજનલ સાયન્સ સેન્ટરે વિશ્વ જિયોલોજિસ્ટ ડે નિમિત્તે વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના જિઓસાયન્સિસ વિભાગના વિદ્યાર્થીઓનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત વિવિધ વૈજ્ઞાનિક ગેલેરીઓના માર્ગદર્શિત પરિભ્રમણથી થઈ, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રદર્શન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓએ આ અવસરનો લાભ ઉઠાવીને વૈજ્ઞાનિક જ્ઞાન અને જિયોલોજી વિષયક વિવિધ પાસાઓને સમજીને આનંદ માણ્યો હતો.
Sponsored Content
🏆 ક્વિઝ અને ટ્રેઝર હન્ટ સ્પર્ધાના વિજેતાઓ
આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે ક્વિઝ સ્પર્ધા અને ટ્રેઝર હન્ટ જેવી રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝ સ્પર્ધામાં નિશાંત ઠક્કરે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
જ્યારે ટ્રેઝર હન્ટ સ્પર્ધામાં ઋતિકાબેન નાથ, અમૃત ભંભી, કનૈયા ગઢવી, બિજિત પેગુ, હિમાન્શુ બોરુઆ અને ભાર્દ્વાજગીરી ગોસ્વામીની ટીમે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સ્પર્ધકોનો ઉત્સાહપૂર્ણ સહભાગ નોંધપાત્ર રહ્યો હતો.
🎓 ફેકલ્ટી અને સ્કોલર્સનું માર્ગદર્શન
આ કાર્યક્રમમાં જિઓસાયન્સિસ વિભાગના ફેકલ્ટી સભ્યો તથા પીએચ.ડી. સ્કોલર્સ મહોર વિનમ્રતા, ઝીલ નારિયા, દ્રષ્ટિ ગોસ્વામી, મનીષ રાજપુરોહિત અને તયસીબ પઠાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન અને સહકારથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
વિશ્વ જિયોલોજિસ્ટ ડેના આ કાર્યક્રમે વિદ્યાર્થીઓને જિયોલોજી વિષયમાં વધુ રસ દાખવવા અને વૈજ્ઞાનિક ચિંતનને પ્રોત્સાહન આપવા માટે પ્રેરણા આપી છે. આયોજક તરીકે રીજનલ સાયન્સ સેન્ટર, ભુજની ભૂમિકા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો:
કચ્છના શૈક્ષણિક અને વિજ્ઞાન જગતના સમાચાર માટે:
Join Kutch Bulletin on WhatsApp


0 ટિપ્પણીઓ