Kutch Bulletin | Business & Consumer Alert
સિંગતેલથી લઈને પામ ઓઈલ સુધી... વૈશ્વિક યુદ્ધની અસરથી ભારતમાં ખાદ્ય તેલની કિંમતોમાં ભયંકર ભડકો, મોંઘવારી બમણી થઈ
▶ અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન તૂટી; તેલના ભાવ વધતાં પેકેજ્ડ ફૂડ, નમકીન અને FMCG વસ્તુઓ પણ મોંઘી બનશે
Kutch Bulletin - ભુજ : વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધની સીધી અને આકરી અસર હવે ભારતીય નાગરિકોના ઘર બજેટ પર જોવા મળી રહી છે. આ આંતરરાષ્ટ્રીય તણાવ અને દરિયાઈ સપ્લાય ચેઈનને પહોંચેલા મોટા નુકસાનના કારણે ભારતમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે. ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી ઓલરેડી પરેશાન મધ્યમવર્ગીય પરિવારો માટે હવે રોજિંદા કરિયાણાની વસ્તુઓ, ખાસ કરીને રસોડાના ખાદ્ય તેલના ભાવો ચિંતાનો મોટો વિષય બન્યા છે. છેલ્લા માત્ર ૪ મહિનાના ટૂંકા ગાળામાં જ રિફાઈન્ડ ખાદ્ય તેલનો મોંઘવારી દર બમણાથી પણ વધુ થઈ ગયો છે.
Sponsored Content
📊 ખાદ્ય તેલોના તાજેતરના સત્તાવાર છૂટક ભાવો
ભારત સરકારના સત્તાવાર ગ્રાહક બાબતોના પોર્ટલ (fcainfoweb.nic.in) ના ડેટા મુજબ આજે (૨૮ મે ૨૦૨૬) ના રોજ દેશમાં વિવિધ ખાદ્ય તેલોના સરેરાશ છろટક ભાવ (પ્રતિ કિલો/લીટર) નીચે મુજબ નોંઘાયા છે:
| ખાદ્ય તેલનો પ્રકાર (Edible Oil) | સરેરાશ સરકારી ભાવ (પ્રતિ કિલો) |
|---|---|
| 🥜 સીંગતેલ (Groundnut Oil) | રૂ. ૨૦૩.૦૧ |
| 🌱 સરસવનું તેલ (Mustard Oil) | રૂ. ૧૮૯.૬૯ |
| 🌻 સૂર્યમુખીનું તેલ (Sunflower Oil) | રૂ. ૧૮૫.૩૨ |
| 🫘 સોયાબીન ઓઈલ (Soya Oil) | રૂ. ૧૬૧.૦૯ |
| 🧈 વનસ્પતિ ઘી/તેલ (Vanaspati) | રૂ. ૧૬૧.૦૧ |
| 🌴 પામ ઓઈલ (Palm Oil) | રૂ. ૧૪૫.૪૨ |
*નોંધ: સ્થાનિક હોલસેલ બજારમાં વિવિધ લોકપ્રિય બ્રાન્ડ અને પેકિંગના કદ (જેમ કે બોટલ, ૧૫ કિલોના પાઉચ કે મોટા ટીન ડબ્બા) ના આધારે અલગ-અલગ શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાં આ ભાવમાં થોડો ઘણો તફાવત જોવા મળી શકે છે.
🛒 માત્ર તેલ જ નહીં, હવે અન્ય તમામ કરિયાણું પણ મોંઘું થશે
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ખાદ્ય તેલના આ અસાધારણ ભાવ વધારાની અસર માત્ર રસોડાના સામાન્ય તેલના ડબ્બા સુધી સીમિત નથી રહેતી. પામ ઓઈલ અને સોયાબીન તેલનો ઉપયોગ અસંખ્ય નાની-મોટી પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સમાં મોટા પાયે થતો હોવાથી ગ્રાહકોનું આખું કરિયાણાનું બિલ વધી રહ્યું છે. બજારમાં મળતા બિસ્કિટ, ફરસાણ, નમકીન, ફ્રોઝન ફૂડ, ઇન્સ્ટન્ટ મીલ, નૂડલ્સ અને રોજિંદી બેકરી પ્રોડક્ટ્સ જેવી FMCG વસ્તુઓ પણ આગામી દિવસોમાં મોંઘી થવા જઈ રહી છે. ખાદ્ય ઉત્પાદકો કાચા માલનો આ વધતો મેન્યુફેક્ચરિંગ ખર્ચ હવે ધીમે-ધીમે એમઆરપી (MRP) વધારીને ગ્રાહકો પર નાખી રહ્યા છે, જેના કારણે સામાન્ય માણસનો દૈનિક ખર્ચ સતત આકાશે આંબી રહ્યો છે.
વધુ વાંચો:
બજારના ભાવો, મોંઘવારીના અહેવાલો, સરકારી યોજનાઓ અને કચ્છની પળેપળની લાઇવ ન્યૂઝ માટે જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ