Kutch Bulletin | Crime Report | Shocking Disclosure
ખાખીની આડમાં હેવાનિયત: રાજકોટમાં પોલીસકર્મીએ મોઢામાં ડૂચો મારી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ; માસૂમ બાળકી સામે પણ કરી લજ્જાસ્પદ હરકતો
Kutch Bulletin - Crime Desk - રાજકોટ: રંગીલા રાજકોટમાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યાની એક એવી નિંદનીય ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું લોહી ઉકળી ઉઠે. ખાખી વર્દીની આડમાં ઇમરાન હબીબભાઈ રાઉમા નામના પોલીસકર્મીએ પાડોશમાં રહેતી એક પરિણીતા પર છેલ્લા દોઢ વર્ષથી પશુતાભર્યું દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયદ્રાવક ફરિયાદ નોંધાઈ છે. આ નરાધમે માત્ર દુષ્કર્મ જ નથી આચર્યું, પરંતુ વર્દીનો રોફ જમાવીને પીડિતા અને તેની માસૂમ દીકરીના જીવનને નરકાગાર બનાવી દીધું હતું.
Sponsored Content
👿 ઘરમાં ઘૂસી મોઢામાં ડૂચો માર્યો અને આચરી હેવાનિયત
પીડિતાએ રડતા રડતા પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, પાડોશમાં રહેતા ઇમરાને એક રાત્રે તકનો લાભ ઉઠાવી ઘરમાં ઘૂસી ગયો હતો. પીડિતાના મમ્મી ગામડે ગયા હતા અને પિતા તેમજ નાની દીકરી ઘરમાં હતા. આ હેવાને પરિણીતાનું મોઢું દબાવી તેને રૂમમાં ખેંચી લીધી હતી. પીડિતાએ પ્રતિકાર કરતા ઇમરાનનું ટી-શર્ટ ફાટી ગયું હતું, પરંતુ નરાધમે એ જ ફાટેલા ટી-શર્ટનો મોઢામાં ડૂચો મારી પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલેથી ન અટકીને તેણે મોબાઈલમાં વાંધાજનક ફોટો અને વીડિયો ઉતારી બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું.
🚫 'હું પોલીસ છું, મારું કોઈ કાંઈ નહીં બગાડે' કહી આપી ધમકી
આરોપી ઇમરાન સતત એવી ધમકી આપતો હતો કે, "હું પોલીસ છું અને મોટા અધિકારીઓ સાથે મારી ઉઠક-બેઠક છે, તારે જ્યાં જવું હોય ત્યાં જા, પોલીસ મારું કાંઈ બગાડી શકશે નહીં." તેણે પીડિતાને 'ડેરી' જેવા અસામાજિક તત્વો ધરાવતા વિસ્તારના નામે ડરાવી, પ્રાઇવેટ પાર્ટ પર છરી મારવાની ધમકી આપી મુંગા મોઢે સહન કરવા મજબૂર કરી હતી.
🧸 માસૂમ દીકરી સામે કપડાં ઉતારી કરતા અડપલાં
ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે ઇમરાને પીડિતાની માસૂમ દીકરીને વેચી નાખવાની ધમકી આપી અને બાળકીની હાજરીમાં જ નિર્વસ્ત્ર થઈને પરિણીતા સાથે અશોભનીય અડપલાં શરૂ કર્યા. આ ભયાનક દ્રશ્યોથી માસૂમ બાળકી એટલી હદે ડરી ગઈ હતી કે તેણે આખરે પોતાના પિતાને બધી વાત કરી અને આખી પાપલીલા બહાર આવી. આજે આ માસૂમ દીકરી એટલી ડરેલી છે કે માતા પાસે આવતા પણ ગભરાય છે અને દાદાને પૂછે છે, "ઓલા માણસોએ મમ્મીને મારી તો નથી નાખી ને?"
ટેકનોલોજીનો દુરુપયોગ: આરોપીએ પીડિતાનો મોબાઈલ હેક કરી લીધો હતો અને તેના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને ગંદા મેસેજો મોકલી પીડિતાને ચરિત્રહીન સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આરોપીની પત્ની અને તેનો ભાઈ પણ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા હતા.
⚖️ ન્યાયની ગુહાર અને પોલીસની કાર્યવાહી
જ્યારે પીડિતાએ અન્યાય સામે લડવાનો નિર્ણય કર્યો, ત્યારે આરોપીના પરિવારે હથિયારો અને ધોકા સાથે તેના ઘર પર હુમલાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોની મદદથી પીડિતા સીપી ઓફિસે પહોંચી હતી અને અંતે ગુનો નોંધાયો હતો. પીડિતાએ અત્યંત આક્રોશ સાથે માંગ કરી છે કે આવા ખાખી વર્દીધારી હેવાન સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કોઈ અન્ય દીકરી કે માતાએ આવી પીડા ભોગવવી ન પડે.
કચ્છના ન્યૂઝ અપડેટ્સ અને ક્રાઈમ રિપોર્ટ્સ માટે જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ