૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ભુજ સ્મૃતિવન ખાતે ૨૦૦૦થી વધુ યોગપ્રેમીઓએ કર્યો યોગાભ્યાસ; રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા રહ્યા ઉપસ્થિત

Kutch Bulletin | Kutch News

ભવ્ય ઉજવણી: રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને ભuજના સ્મૃતિવન ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ

  • “સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ” (Yoga for Healthy Ageing) ની ખાસ થીમ સાથે ૨૦૦૦થી વધુ યોગપ્રેમીઓએ કર્યો યોગાભ્યાસ
  • સ્મૃતિવનના આહલાદક “મિયાવાકી વન” ના વાતાવરણમાં વહેલી સવારે સામૂહિક યોગ સાધનાનું સુંદર આયોજન
  • સમગ્ર કચ્છ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા તાલુકા અને નગરપાલિકા કક્ષાએ કુલ ૧૦ મોટા કાર્યક્રમો યોજાયા

International Yoga Day Celebration At Smritivan Bhuj Kutch Bulletin

Kutch Bulletin - ભુજ : સમગ્ર વિશ્વની સાથે સરહદી કચ્છ જિલ્લામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને ભુજ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ ખાતે જિલ્લાકક્ષાના ‘Yoga for Healthy Ageing’ ની થીમ પર ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે સ્મૃતિવનના “મિયાવાકી વન” ના આહલાદક અને શુદ્ધ વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ ઉત્સાહી યોગપ્રેમીઓ, વડીલો અને બાળકો જોડાયા હતા.

Sponsored Content

🧘‍♂️ યોગ એક દિવસ માટે નહીં, રોજિંદા જીવનમાં અપનાવો: મંત્રી ત્રિકમભાઇ છાંગા


International Yoga Day Celebration At Smritivan Bhuj Kutch Bulletin

આ પ્રસંગે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ શાસનમાં તેમણે ભારતના સર્વાંગી વિકાસ અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રાધાન્ય આપ્યું છે, જેમાં યોગને તેમણે દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડયો છે. સામૂહિક ઉજવણી એ આ જ ભગીરથ પ્રયાસનો એક ભાગ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ જીવન જીવવાની એક અદ્ભુત કળા છે. યોગ એક દિવસ માટે નહીં પરંતુ દૈનિક જીવનમાં અપનાવવો જોઇએ. યોગથી માત્ર શરીર જ નહીં પરંતુ મન પણ સ્વસ્થ બને છે અને તણાવ ઘટતા સકારાત્મક વિચારો સાથે રોગમુક્ત બનવામાં મદદ મળે છે."

International Yoga Day Celebration At Smritivan Bhuj Kutch Bulletin

📍 સમગ્ર કચ્છમાં નખત્રાણાથી રાપર સુધી ૧૦ સ્થળોએ કાર્યક્રમો યોજાયા

સમગ્ર કચ્છ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા નગરપાલિકા અને તાલુકા કક્ષાના સંયુક્ત ઉપક્રમે કુલ ૧૦ સ્થળોએ યોગના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. કચ્છના મુખ્ય કેન્દ્રો નીચે મુજબ રહ્યા હતા:

* નખત્રાણા: ટી.ડી.વેલાણી હાઈસ્કૂલ
* માંડવી: જી.એમ.બી. પોર્ટ એરીયા
* અંજાર: શ્રી મૂરલીધર આહિર બોર્ડિંગ
* અબડાસા: આદર્શ કુમાર છાત્રાલય
* લખપત: પી.એમ. લીંબાણી સ્કૂલ (દયાપર)
* ગાંધીધામ: રમત-ગમત સંકુલ
* મુન્દ્રા: કોસ્ટ ગાર્ડ સ્ટેશન
* ભચાઉ: પટેલ બોર્ડિંગ
* રાપર: સ્વામીનારાયણ ગુરૂકુલ

👥 મહાનુભાવો અને અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ

International Yoga Day Celebration At Smritivan Bhuj Kutch Bulletin

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કલકત્તાથી તેમજ મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માણસા ખાતેથી જીવંત પ્રસારણ (Live) દ્વારા જોડાઇને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. ભuજના મુખ્ય કાર્યક્રમમાં ભુજ તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, અધિક કલેક્ટર પ્રણવ વિઠાણી, પ્રાંત અધિકારી અનિલ જાદવ, અગ્રણી હિતેશ ખંડોલ, મનોજ પાંડે સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વિજય શેઠ દ્વારા પ્રોટોકલ મુજબ યોગાભ્યાસની તાલીમ આપવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.

કચ્છના શાનદાર અને ગતિશીલ સ્થાનિક સમાચારો માટે જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ