Kutch Bulletin Crime | Court Verdict
Kutch's controversial murder case like the movie 'Drishyam': All 8 accused in Rukshana Manjothi's murder case acquitted by court
- ભુજની અધિક સેશન્સ કોર્ટે ચકચારી મર્ડર મિસ્ટ્રી કેસમાં સંભળાવ્યો મોટો આખરી ચુકાદો
- ફરિયાદ પક્ષ ૪૩ સાહેદો અને ૯૭ દસ્તાવેજી આધારો રજૂ કરવા છતાં કેસ શંકારહિત સાબિત ન કરી શક્યો
- લાશને કૉંક્રિટના પૂર-માટી પ્લીન્થમાં દાટી દેવા સહિતના ગંભીર આરોપોમાં તમામ આરોપીઓ મુક્ત
Kutch Bulletin - ભુજ : સાતેક વર્ષ પૂર્વે સમગ્ર કચ્છ ઉપરાંત મુસ્લિમ સમુદાયમાં ભારે ચર્ચાસ્પદ એવા મર્ડર મિસ્ટ્રી ફિલ્મ જેવા બનેલા અત્રેના રૂકશાના ઈસ્માઈલ માંજોઠીની હત્યાના કેસમાં તમામ આઠ આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા છે. ભુજની અધિક સેશન્સ કોર્ટમાં ચાલેલા આ ચર્ચાસ્પદ હત્યા કેસમાં ફરિયાદ પક્ષ પોતાનો કેસ શંકારહિત સાબિત કરવામાં સફળ ન રહેતાં અને બન્ને પક્ષોની ધારદાર દલીલોને ધ્યાને લઈ અદાલતે તમામ આઠેય આરોપીઓને છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો છે.
⚖️ અદાલતમાં પુરાવા અને કાનૂની લડતની વિગતો
ભુજની અધિક સેશન્સ કોર્ટમાં ચાલેલા આ ચર્ચાસ્પદ હત્યા કેસમાં ફરિયાદ પક્ષ દ્વારા કાનૂની પ્રક્રિયા દરમિયાન ૪૩ સાહેદો અને ૯૭ જેટલા દસ્તાવેજી આધારો રજૂ કરવામાં આવ્યા હતા. તેની સામે બચાવ પક્ષ દ્વારા પણ પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે એક સાહેદને તપાસવામાં આવ્યો હતો અને ત્રણ મહત્વપૂર્ણ દસ્તાવેજી આધારો રજૂ થયા હતા. ન્યાયાધીશે બંને પક્ષોના વકીલોની વિસ્તૃત રજૂઆતો સાંભળ્યા બાદ ચુકાદો આપ્યો હતો કે ફરિયાદ પક્ષના પુરાવા કેસને શંકાથી પર સાબિત કરવા માટે પૂરતા નથી.
👤 કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયેલા તમામ આઠ નામો
અદાલતે જે આરોપીઓને નિર્દોષ ઠેરવ્યા છે તેમાં મુખ્યત્વે ઈસ્માઈલ ઉર્ફે માલો હુસેન માંજોઠી, જાવેદ જુસબ માંજોઠી, સાજિદ દાઉદભાઈ ખલીફા, મામદ ઓસમાણ કુંભાર, અલ્તાફ અબ્દુલ માંજોઠી, સબીર હુસેન જુસબ માંજોઠી, સાહેમા સાજિદ દાઉદ ખલીફા અને અનવર ઉર્ફે અનુભા ફકીરમામદ લાખાનો સમાવેશ થાય છે. આ કેસમાં આરોપીઓના બચાવ પક્ષના એડવોકેટ તરીકે વરિષ્ઠ ધારાશાસ્ત્રી એચ.સી. ચૌધરી, એમ. એ. ખોજા અને હિતેન્દ્રસિંહ બી. વાઘેલા કોર્ટમાં હાજર રહ્યા હતા.
🎬 શું હતી ફરિયાદમાં નોંધાયેલી 'દૃશ્યમ' જેવી વાર્તા?
આ ચકચારી હત્યા કેસમાં મૂળ ફરિયાદની વિગતો મુજબ, પતિ ઈસ્માઈલે બીજા લગ્ન કરી લેતાં પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડાઓ થતા હતા, જેથી આડખીલીરૂપ રૂકશાનાનો કાયમ માટે કાંટો કાઢી નાખવા ષડયંત્ર રચાયું હતું અને તેનો નિકાલ કરવાનું કામ પોતાના માસીના દીકરા જાવેદને સોંપાયું હોવાનો આક્ષેપ હતો. જાવેદે રૂકશાનાને છરી મારી હત્યા નીપજાવી હોવાનું અને આરોપી સબીર તેમજ અલ્તાફની મદદથી આઈશા પાર્કમાં લાશ દાટી દીધી હોવાનું ફરિયાદમાં હતું. ત્યારબાદ રૂકશાના હયાત છે તેવું સાબિત કરવા અજમેરની હોટેલમાં ખોટું આઈ.ડી. કાર્ડ આપી રૂમ રાખવામાં આવ્યો હતો અને તેના ભાઈને ફોન કરાયો હતો. ડરના કારણે બાદમાં લાશ કાઢીને ત્રિમંદિર પાછળ સિમંધર સિટીના નવા બાંધકામના પ્લીન્થમાં નાખી ઉપર સિમેન્ટ કોંક્રિટ કરી દેવાઈ હતી, જ્યાંથી પોલીસે અસ્થિઓ કાઢી એફએસએલમાં મોકલ્યા હતા. જો કે આ આખી વાર્તા કોર્ટમાં કાયદાકીય રીતે સાબિત થઈ શકી નથી.
વધુ વાંચો:
કચ્છના ક્રાઈમ અને કોર્ટ કેસોની પળેપળની સચોટ અપડેટ માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ