ગાંધીધામ: પડાણાની સીમમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસનો દરોડો | ૮ શખ્સો રૂ. ૧.૦૪ લાખની રોકડ સાથે ઝડપાયા

 Kutch Bulletin Desk | Gandhidham Crime Updates

Gandhidham: Police raid an active gambling den in the outskirts of Padana; 8 individuals apprehended with Rs 1.04 lakh in cash.

પૂર્વ કચ્છ-ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસે પડાણા ગામની સીમમાં આવેલી 'રૂદ્રાક્ષ કંપની' પાસે દરોડો પાડ્યો.

સ્થળ પરથી તીન પત્તીનો જુગાર રમતા ૮ જુગારીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા.

પોલીસે સ્થળ પરથી રૂ. ૧,૦૪,૬૦૦/- ની રોકડ રકમ અને ગંજીપાના જપ્ત કરી ગુનો નોંધ્યો.

Kutch Bulletin Desk | Gandhidham Crime Updates

Kutch Bulletin - ગાંધીધામ : પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જુગારધામો પર અંકુશ મેળવવા માટે પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસે મોટી સફળતા મેળવી છે. પડાણા ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા તીન પત્તીના જુગાર અડ્ડા પર દરોડો પાડી પોલીસે ૮ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પડાણા ગામની સીમમાં આવેલી 'રૂદ્રાક્ષ કંપની'ની દીવાલ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાના વડે હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્થળ પરથી ૮ ઈસમોને ઝડપી લીધા હતા.

તપાસ દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. ૧,૦૪,૬૦૦/- ની રોકડ રકમ તેમજ ગંજીપાના કબ્જે કર્યા છે. પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

👮‍♂️ ઝડપાયેલા આરોપીઓની યાદી :

૧. અરવિંદભાઈ નવુભા વાઘેલા (ઉં.વ. ૪૧, રહે. પડાણા) 

૨. અસગર ઓસમાણ સોઢા (ઉં.વ. ૪૦, રહે. મીઠીરોહર) 

૩. મયૂર સવાભાઈ બાબરીયા (ઉં.વ. ૨૮, રહે. મીઠીરોહર) 

૪. રાજેશકુમાર શંભુભાઈ હુંબલ (ઉં.વ. ૩૨, રહે. પડાણા) 

૫. ભરત શામજીભાઈ મરંડ (ઉં.વ. ૨૮, રહે. પડાણા) 

૬. હરેશ ઘેલાભાઈ હુંભલ (ઉં.વ. ૩૬, રહે. પડાણા) 

૭. પ્રકાશ શામજી ચાવડા (ઉં.વ. ૨૫, રહે. મીઠીરોહર) 

૮. બધાભાઈ ઘેલાભાઈ હુંબલ (ઉં.વ. ૩૮, રહે. પડાણા)

આ કામગીરી પી.આઈ. એસ.વી. ગોજીયા, પી.એસ.આઈ. એલ.એન. વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ