ગાંધીધામના મનાલી ટાવરમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો | ૧૧ શખ્સો ₹૧.૬૭ લાખના મુદ્દામાલ સાથે પકડાયા

 Kutch Bulletin Desk | Gandhidham & Kutch Crime News Updates

Police raid gambling den at Gandhidham's Manali Tower: 11 individuals nabbed with seized assets worth ₹1.67 lakh.

Kutch Bulletin Desk | Gandhidham & Kutch Crime News Updates

Kutch Bulletin - ગાંધીધામ : પૂર્વ કચ્છ ગાંધીધામ વિસ્તારમાં ગેરકાયદેસર જુગાર અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસ ટીમે મોટી કાર્યવાહી કરી છે. સેક્ટર-૦૮ માં આવેલા મનાલી ટાવરની એક ઓફિસમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડીને પોલીસે ૧૧ ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

🎲 ઓફિસ બની હતી જુગારનો અડ્ડો 

ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.વી. ગોજીયાના આદેશથી સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ નાઈટ પેટ્રોલીંગમાં હતા, તે સમયે મનાલી ટાવર બિલ્ડીંગની ઓફિસ નંબર-૧૧૧ માં ગંજીપાન વડે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર અચાનક દરોડો પાડતા જુગાર રમી રહેલા ૧૧ શખ્સો પકડાઈ ગયા હતા.

🚨 ઝડપાયેલા ૧૧ આરોપીઓ અને જપ્ત મુદ્દામાલ 

પોલીસે સ્થળ પરથી પ્રહલાદ પ્રજાપતિ, રમેશ ઠાકોર, પ્રકાશ ચારણ, લાલજી ભરવાડ, રાહુલ પવૈયા, નિતિન પરમાર, અનિલગીરી ગોસ્વામી, મહિપતસિંહ વાઘેલા, હાર્દિક ગઢવી, અનિરૂદ્ધસિંહ જાડેજા અને જયદીપસિંહ ઝાલાને કસ્ટડીમાં લીધા છે.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રકમ ₹૭૨,૩૦૦/-, ₹૯૫,૦૦૦ ની કિંમતના ૧૦ નંગ મોબાઈલ ફોન અને ગંજીપાના મળી કુલ ₹૧,૬૭,૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કામગીરી સરહદી રેન્જ ભુજ આઈજીપી ચિરાગ કોરડીયા, એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એસ.વી. ગોજીયા, પીએસઆઈ એલ.એન. વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ