Plastic Currency Note India | બજારમાં આવશે ₹10 અને ₹20ની પ્લાસ્ટિક નોટો | નાણામંત્રી નિર્મલા સીતારમણે મંજૂરી આપી

 Kutch Bulletin Desk | National & Financial News Update

New plastic notes to enter the market: 100 crore notes each of ₹10 and ₹20 denominations to be issued; Finance Minister Nirmala Sitharaman has granted approval.

RBI દ્વારા 10 અને 20 રૂપિયાની 100-100 કરોડ પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

કાગળની નોટો ચલણમાંથી બહાર નહીં થાય; પોલિમર અને કાગળ બંને નોટો એકસાથે બજારમાં ચાલશે.

પોલિમર નોટો પાણીથી ખરાબ નહીં થાય, ફાટશે નહીં અને નકલી નોટો બનાવવી અશક્ય બનશે.

Kutch Bulletin Desk | National & Financial News Update

Kutch Bulletin - નવી દિલ્હી : ભારતમાં ટૂંક સમયમાં જ 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક એટલે કે પોલિમર નોટો બજારમાં જોવા મળશે. સરકારે 10 અને 20 રૂપિયાની પોલિમર બેંક નોટના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. બંને મૂલ્યની 100-100 કરોડ પોલિમર નોટો જાહેર કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ અંગેની સત્તાવાર માહિતી આપી છે.

RBI ના પ્રસ્તાવ મુજબ ફિલ્ડ ટ્રાયલ સફળ રહ્યા બાદ આ પોલિમર નોટો નિયમિતપણે ચલણમાં મૂકવામાં આવશે. RBI અનુસાર, પોલિમર નોટો કાગળની નોટોની સાથે જ વ્યવહારમાં ઉપયોગમાં લેવાશે.

📌 પોલિમર નોટ શું છે અને લાવવા પાછળનું કારણ 

પોલિમર બેંક નોટ્સ કાગળને બદલે ખાસ પ્રકારના પ્લાસ્ટિક મટીરીયલ (પોલિમર સબસ્ટ્રેટ) પર છાપવામાં આવે છે.

લાંબી ઉંમર: આ નોટ પાણી, ધૂળ કે ગંદકીથી ખરાબ થતી નથી અને સરળતાથી ફાટતી નથી.

નકલી નોટો પર લગામ: પોલિમર શીટ પર એડવાન્સ સિક્યોરિટી ફીચર્સ સરળતાથી ઉમેરી શકાય છે, જેનાથી નકલી નોટો બનાવવી અશક્ય બનશે.

છપાઈ ખર્ચમાં બચત: કાગળની નોટો જલ્દી ખરાબ થતી હોવાથી છપાઈનો ખર્ચ વધે છે. FY25 માં RBI એ કાગળની નોટોની છપાઈ પર ₹6,372.8 કરોડ ખર્ચ કર્યા હતા. પોલિમર નોટો લાંબો સમય ચાલતી હોવાથી વારંવાર છાપવાનો ખર્ચ ઘટશે.

શું જૂની કાગળની નોટો બંધ થઈ જશે? 

બિલકુલ નહીં. સરકાર અને RBI એ સંપૂર્ણપણે સ્પષ્ટ કર્યું છે કે પોલિમર નોટો આવવાથી જૂની કાગળની નોટો ચલણમાંથી બહાર નહીં થાય. બજારમાં પોલિમર અને કાગળ બંને પ્રકારની નોટો એકસાથે ચાલશે. આ ફેરફાર ધીમે ધીમે અને અલગ-અલગ તબક્કામાં કરવામાં આવશે.

🌍 વિશ્વમાં પોલિમર નોટોનો ઉપયોગ

ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ (UK) અને ન્યુઝીલેન્ડ જેવા દુનિયાના 60 થી વધુ દેશોમાં પોલિમર બેંકનોટ્સ સફળતાપૂર્વક ચલણમાં છે. ભારતમાં પણ 2012 માં પ્રયાસ થયો હતો, પરંતુ ટેકનિકલ કારણોસર પ્રોજેક્ટ અટક્યો હતો. જૂન માસમાં RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ પુષ્ટિ કરી હતી કે પોલિમર નોટોના ફાયદા-ગેરફાયદાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત ભારતમાં આઝાદી પહેલા ૧૯૪૬માં, ત્યારબાદ ૧૯૭૮માં અને છેલ્લે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ નોટબંધી કરવામાં આવી હતી. જ્યારે મે ૨૦૨૩માં 'ક્લીન નોટ પોલિસી' હેઠળ ₹૨૦૦૦ની નોટ પાછી ખેંચવામાં આવી હતી.

#LPG #GasBooking #IranIsraelConflict #EnergyUpdate #Kutch #GasCylinder #ConsumerAlert #IndiaGas #RBI #PolymerNotes #IndianEconomy #KutchBulletin

કચ્છ અને દેશ-દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ