Kutch Bulletin Desk | Kutch Handicraft & National Handloom Day Special Feature
National Handloom Day: Bhujodi 'Craft Village'—recipient of over 50 awards—has become a source of pride for Kutchhi shawls and the art of handweaving, both at home and abroad.
ગુજરાતમાં હેન્ડલૂમનું મુખ્ય કેન્દ્ર ગણાતું ભુજોડી ગામ ૩૫ રાષ્ટ્રીય, ૮ સંત કબીર અને ૧ શિલ્પગુરૂ એવોર્ડથી સન્માનિત.
વર્ષ ૨૦૧૧માં જીઆઈ (GI) ટેગ મેળવનાર કચ્છી ગરમ શાલ અને વણાટકામે વિશ્વના ૧૮થી વધુ દેશોમાં બનાવી અલાયદી ઓળખ.
૩૫૦થી વધુ મહિલા-પુરુષ કારીગરો ઘેટાંના ઊનના ધાબળાથી લઈને મોર્ડન ફેશન પ્રોડક્ટ્સ બનાવી વાર્ષિક કરોડોનો વેપાર કરે છે.Kutch Bulletin - ભુજ : નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે કચ્છના વિશ્વવિખ્યાત ક્રાફ્ટ વિલેજ "ભુજોડી" ની અનોખી સિદ્ધિઓ સમગ્ર રાજ્ય અને દેશ માટે ગૌરવનો વિષય બની છે. પાંચ સદી જૂની હાથવણાટની વંશ-પરંપરાગત કારીગરીને ભુજોડીના કારીગરોએ પોતાના પરસેવાથી સિંચીને વિશ્વકક્ષાના રેમ્પવોકથી લઈને મોટી ફેશન બ્રાન્ડ્સના મોલ સુધી સ્થાન અપાવ્યું છે. ભુજોડી રાજ્યનું એકમાત્ર એવું ગામ છે જ્યાં ઘરે-ઘરે નેશનલ અને સ્ટેટ એવોર્ડ વિજેતા કારીગરો વસે છે.
🏆 ૫૦થી વધુ નેશનલ અને સ્ટેટ એવોર્ડનો ઐતિહાસિક રેકોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના આહવાનને ભુજોડીના કારીગરોએ સાકાર કર્યું છે. ભુજોડીના વણકર સમાજે અત્યાર સુધી ૩૫ જેટલા નેશનલ એવોર્ડ, ૮ સંત કબીર એવોર્ડ, ૧ શિલ્પગુરૂ એવોર્ડ તેમજ નેશનલ મેરિટ સર્ટિફિકેટ અને રાજ્યકક્ષાના મળીને કુલ ૫૦થી વધુ એવોર્ડ મેળવી સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ એવોર્ડ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે.
🧵 પરંપરાગત ધાબળાથી લઈને મોર્ડન ફેશન અને GI ટેગ સુધીની સફર
૫૦૦ વર્ષ પહેલાં ઘેટાં-બકરાંના ઊનમાંથી ધાબળા અને પરંપરાગત પહેરવેશનું કાપડ બનાવવાથી શરૂ થયેલી આ સફર આજે મોર્ડન શાલ, ડ્રેસ, સાડી, સ્ટોલ, કાલા કોટન કુર્તા, આસન અને હોમ ડેકોર વસ્તુઓ સુધી પહોંચી છે. વર્ષ ૨૦૧૧માં ભારત સરકાર દ્વારા કચ્છી શાલને GI (Geographical Indication) ટેગ ફાળવવામાં આવ્યો હતો. આજે ભુજોડીના ૩૫૦થી વધુ કારીગરો અમેરિકા, ઈંગ્લેન્ડ, જર્મની, જાપાન, ઓસ્ટ્રેલિયા અને રશિયા જેવા ૧૮થી વધુ દેશોમાં નિકાસ કરીને સફળ આંત્રપ્રિન્યોર બન્યા છે.
વર્ષ ૨૦૦૫ના નેશનલ એવોર્ડ વિજેતા સામજીભાઈ વણકર જણાવે છે કે, "અમારા પરિવારમાં ૧૯૭૪માં પિતાજીને નેશનલ એવોર્ડ મળ્યા બાદ આજે ૬ ભાઈઓના પરિવારમાં સંત કબીર, નેશનલ અને યુનેસ્કો એક્સેલન્સ એવોર્ડ આવી ચૂક્યા છે. અમે ૧૪૦થી વધુ લોકોને રોજગારી આપીએ છીએ." ૧૯૯૨ના નેશનલ એવોર્ડ વિજેતા ગાભુભાઈ વણકર જણાવે છે કે, સમય બદલાતા હાથવણાટમાં નવી ડિઝાઈન અને કલર કોમ્બિનેશન ઉમેરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રાહકો મેળવ્યા છે.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp



0 ટિપ્પણીઓ