કચ્છમાં 'બેક ટુ સ્કૂલ' યોજના હેઠળ રાપર તાલુકામાં ૪ નવી ST બસ સેવા શરૂ | કલેક્ટરે કરાવ્યું વર્ચ્યુઅલ પ્રસ્થાન

 Kutch Bulletin Desk | Education & Transport News Updates

Virtual flagging-off of 4 ST buses for Rapar Depot from Bhuj RSC: A new educational journey under the ‘Back to School’ campaign.

જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાયો પ્રસ્થાન સમારોહ.

વર્ષ ૨૦૨૪થી શરૂ થયેલી 'બેક ટુ સ્કૂલ' ઝુંબેશથી અંતરિયાળ અને પછાત વિસ્તારના બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ST નિગમ અને 'ઈસાર' તથા 'KMVS' સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ.

Kutch Bulletin Desk | Education & Transport News Updates

Kutch Bulletin - ભુજ : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલા ‘બેક ટુ સ્કૂલ’ કાર્યક્રમ અંતર્ગત રિજીયોનલ સાયન્સ સેન્ટર (RSC) ભુજ ખાતેથી રાપર ડેપોની ૦૪ નવી એસ.ટી. બસોનું ‘વર્ચ્યુઅલી’ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ અને એસ.ટી. નિગમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

🚌 વર્ષ ૨૦૨૪માં વવાયેલું બીજ આજે વટવૃક્ષ બન્યું: કલેક્ટર અનિલ રાણાવસિયા 

સમારોહને સંબોધતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪થી રોપાયેલ બીજ વર્તમાનમાં વૃક્ષ બની અંતરિયાળ અને પછાત બાળકોની શિક્ષણની ભૂખ ભાંગી રહ્યું છે, જેમાં જિલ્લા શિક્ષણાધિકારી તેમજ એસ.ટી.ના વિભાગીય નિયામકની ટીમ અભિનંદનને પાત્ર છે. ભવિષ્યમાં પણ જે વિસ્તારોમાં વાહન વ્યવહારની તકલીફ છે, ત્યાં એસ.ટી. નિગમ સાથે મળીને અભ્યાસ અર્થે કોઈ પણ કસર છોડવામાં આવશે નહીં. તેમણે પૂર્વગામી કલેકટરશ્રીઓને પણ યાદ કરી શિક્ષણની આ યાત્રા અવિરત રાખવાની ખાતરી આપી હતી.

Kutch Bulletin Desk | Education & Transport News Updates

🤝 સંસ્થાઓના સહયોગથી ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો, પરિણામો સુધાર્યા 

જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૪માં પૂર્વ કલેક્ટર અમિત અરોરાના સહકારથી શરુ થયેલ ‘બેક ટુ સ્કૂલ’ કાર્યક્રમ થકી હજારો બાળકો પુનઃ શિક્ષણ મેળવતા થયા છે. પૂર્વ કલેક્ટર અને વર્તમાન કમિશ્નર ઓફ સ્કૂલ્સ આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ આ મોડેલને રાજ્ય કક્ષાએ પણ લઈ જવાની નેમ છે. ‘ઇસાર’ તેમજ ‘કચ્છ મહિલા વિકાસ સંગઠન’ જેવી સંસ્થાઓના સહયોગથી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી બોર્ડના પરિણામોમાં સુધારો લાવવામાં સફળતા મળી છે.

Kutch Bulletin Desk | Education & Transport News Updates

કાર્યક્રમની શરૂઆતમાં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના રજૂ કરી હતી. આ તબક્કે ST કચ્છ વિભાગીય નિયામક એસ. એન. પટેલ, RSC ના વિરલસિંહ પરમાર, અને પ્રેરક યોગદાન આપનાર અગ્રણીઓનું સન્માન કરાયું હતું. થોરીયારી ગામની દીકરી આશાબેન લુહારે અસ્ખલિત વાણીમાં પોતાની શિક્ષણ યાત્રા રજૂ કરતા સૌએ તેને બિરદાવી હતી. આ પ્રસંગે શિક્ષણ વિભાગ, ST નિગમ અને 'ઈસાર' સંસ્થાના પદાધિકારીઓ તથા રાપર તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ