ભુજ એરપોર્ટ પર હવે ટેક્સીના મનસ્વી ભાડામાંથી મળશે મુક્તિ | 'ભારત ટેક્સી' સાથે ઐતિહાસિક કરાર | જાણો મુસાફરોને શું થશે ફાયદો

Bharat Texi in Bhuj

ભુજ - Kutch Bulletin ના વિશેષ અહેવાલ મુજબ, કચ્છના આંગણે હવાઈ માર્ગે આવતા પ્રવાસીઓ અને સ્થાનિક મુસાફરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. Kutch Latest News એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને 'ભારત ટેક્સી' વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરાર બાદ હવે ભુજ એરપોર્ટ પર ઉતરતા મુસાફરોને પરિવહન ક્ષેત્રે મોટી રાહત અને પારદર્શક સુવિધા મળશે.

સર્જ પ્રાઈસિંગ વગરની ટેક્સી સેવા

'સહકારથી સમૃદ્ધિ'ના મંત્રને સાર્થક કરતા આ અભિગમ હેઠળ ભુજ એરપોર્ટ પર હવે ડ્રાઈવર સંચાલિત 'ભારત ટેક્સી' સેવા શરૂ કરવામાં આવશે. આ સેવાની સૌથી મોટી વિશેષતા એ છે કે મુસાફરોએ હવે ખાનગી એપ આધારિત કંપનીઓના મનસ્વી ભાડા કે 'સર્જ પ્રાઈસિંગ' (વધતા ભાવ) નો સામનો કરવો નહીં પડે. મુસાફરોને નિશ્ચિત અને વાજબી ભાવે સુરક્ષિત મુસાફરી ઉપલબ્ધ થશે.

Bharat Taxi in Bhuj


સહકારી મોડેલથી ડ્રાઈવરોનું સશક્તિકરણ

સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા સંચાલિત આ દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા છે, જેનું લોન્ચિંગ કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મોડેલ દ્વારા એકતરફ મુસાફરોને કિફાયતી સેવા મળશે, તો બીજી તરફ સ્થાનિક ડ્રાઈવરોને આર્થિક રીતે સશક્ત બનાવી તેમને માલિકી હક આપવામાં આવશે. આ પહેલ 'આત્મનિર્ભર ભારત' ના વિઝનને વેગ આપશે.

Bhuj Airport

ભુજ સહિત દેશના ૧૦ એરપોર્ટ પર અમલ

ગુજરાતના ભુજ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સુરત એરપોર્ટનો પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વારાણસી, પુણે અને આગ્રા જેવા શહેરોમાં પણ આ સુવિધા શરૂ થશે. કચ્છમાં પ્રવાસન જે રીતે વધી રહ્યું છે, તેને જોતા ભુજ એરપોર્ટ પર આ સેવાનો પ્રારંભ પ્રવાસીઓના અનુભવને વધુ સુખદ બનાવશે.


વધુ વાંચો:


કચ્છના વિકાસ અને પ્રવાસનના તાજા સમાચાર માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ