કચ્છના શિક્ષણ જગતમાં નવા ૨૪ શિક્ષણ સહાયકોનો ઉમેરો | જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના હસ્તે નિમણૂંક પત્રો એનાયત

ભુજ, કચ્છ: Kutch Bulletin ના શૈક્ષણિક અહેવાલ મુજબ, કચ્છ જિલ્લાના શિક્ષણ કાર્યને વધુ વેગ આપવા માટે પ્રતીક્ષા યાદીના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. Kutch Latest News  જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ આજે ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે ૨૪ નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

Kutch District Education Officer Sanjay Parmar distributing appointment letters to teachers Bhuj


કચ્છને મળ્યા વધુ ૨૪ શિક્ષકો

રાજ્યના શિક્ષણ વિભાગ અને કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગરના આદેશાનુસાર આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પ્રથમ રાઉન્ડમાં કચ્છ જિલ્લાને ૩૧૦ માધ્યમિક શિક્ષણ સહાયકો પ્રાપ્ત થયા છે, અને આજે તેમાં વધુ ૨૪ નો ઉમેરો થતા શાળાઓમાં શિક્ષકોની ઘટ ઓછી થશે.

ધગશપૂર્વક કાર્ય કરવા જિલ્લા શિક્ષણાધિકારીનો અનુરોધ

નિમણૂંક પત્ર વિતરણ સમયે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે નવા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા અને કચ્છના બાળકોને ઉમદા શિક્ષણ આપવા માટે ધગશપૂર્વક કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. નિમણૂંક પત્ર મેળવનારા ઉમેદવારોએ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુચારૂ વ્યવસ્થા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.

ટીમ વર્કથી કામગીરી સુપેરે પાર પડી

આ સમગ્ર પ્રક્રિયાને સફળ બનાવવામાં ભરતી નોડલ વર્ગ-૨ અધિકારી બિપીનભાઈ વકીલ, શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવી, અને હેડ ક્લાર્ક કૃણાલભાઈ મકવાણાની રાહબરી હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.


વધુ વાંચો:


કચ્છના શિક્ષણ અને તાજા સમાચાર માટે જોડાઓ:
👉 Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ