ભુજમાં ₹૨.૧૦ કરોડના હેરોઈન સાથે પકડાયેલા પંજાબના ૫ આરોપીઓને ૧૦ વર્ષની સખ્ત કેદ | NDPS કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો

 Kutch Bulletin Desk | Bhuj NDPS Court & Crime News Updates

Five accused from Punjab, caught in Bhuj with heroin worth ₹2.10 crore, sentenced to 10 years of rigorous imprisonment: NDPS Court delivers a stern verdict.

માધાપર નજીક બ્રેઝા કારના ટાયર પર ફાયરિંગ કરી પશ્ચિમ કચ્છ SOG પોલીસે ૪૨૦ ગ્રામ હેરોઈન પકડ્યું હતું.

પંજાબના તરનતારન જિલ્લાના ૫ યુવકોને ૧૦ વર્ષની સખ્ત કારાવાસની સજા સાથે પ્રત્યેકને રૂ. ૨-૨ લાખનો દંડ.

સ્પેશિયલ NDPS જજ વી.એ. બુધ્ધે ચુકાદો આપતા કહ્યું – યુવાનોને વ્યસનની ગરતામાં ધકેલવાનું કૃત્ય સામાન્ય ન ગણાય.

Kutch Bulletin Desk | Bhuj NDPS Court & Crime News Updates

Kutch Bulletin - ભુજ : ભુજ નજીક માધાપર પાસે ફિલ્મી ઢબે વિદેશી બનાવટનું કરોડોનું હેરોઈન ઝડપી પાડવાના બહુચર્ચિત કેસમાં ભુજની ખાસ એનડીપીએસ (NDPS) કોર્ટે મહત્વપૂર્ણ અને ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. પંજાબથી રૂ. ૨.૧૦ કરોડની કિંમતનું ૪૨૦ ગ્રામ હેરોઈન કચ્છમાં ઊંચા ભાવે વેચવા લાવેલા પાંચ પંજાબી યુવકોને ત્રીજા અધિક સેશન્સ જજ અને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટના ખાસ જજ વી.એ. બુધ્ધે દોષી ઠેરવીને ૧૦ વર્ષની સખ્ત કારાવાસની સજા સાથે પ્રત્યેક આરોપીને બે-બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

🚨 માધાપર પાસે કારના ટાયર પર ફાયરિંગ કરી ફિલ્મી ઢબે કરાઈ હતી ધરપકડ 

આ કેસની વિગત મુજબ, આશરે ત્રણ વર્ષ અગાઉ ૧૩ જુલાઈ ૨૦૨૩ના રોજ પશ્ચિમ કચ્છ એસઓજી (SOG) ની ટીમને પંજાબથી કારમાં હેરોઈનનો જથ્થો કચ્છ તરફ આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે એસઓજી ટીમે માધાપર નજીકના નળવાળા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને આરોપીઓએ પોતાની બ્રેઝા કાર લઈને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો અને કારના ટાયર પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને વાહનને રોકી પાડ્યું હતું. તે સમયે પોલીસે કારમાંથી ત્રણ આરોપીઓની સ્થળ પર જ ધરપકડ કરી હતી, જ્યારે નાસી છૂટેલા અન્ય બે આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા.

💼 SOG ની સફળ તપાસ અને દસ્તાવેજી પુરાવા 

આ સરાહનીય કામગીરી બાદ એસઓજીના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ વી. ભોલા દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને કોર્ટમાં ૩૧ દસ્તાવેજી પુરાવાઓ અને ૧૦ મહત્વના સાક્ષીઓ સાથે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવા ધ્યાને લઈને પંજાબના તરનતારન જિલ્લાના વિવિધ ગામોના નિવાસીઓ સામે સજાનો હુકમ કર્યો છે.

દોષિત ઠરેલા ૫ આરોપીઓ: 

૧. રનજીતસિંઘ જગ્ગીરસિંઘ જાટ ૨. હરપ્રીતસિંઘ જસવિન્દરસિંઘ જાટ ૩. સરતાજસિંઘ ઊર્ફે સતરાજસિંઘ રસપાલસિંઘ જાટ ૪. દલેરસિંઘ જોગિન્દરસિંઘ જાટ ૫. ગુરબેજસિંઘ ઊર્ફે ભેજા સલવિન્દરસિંઘ જાટ

આ તમામ સામે એનડીપીએસ એક્ટની કલમ ૮ (સી), ૨૨ (સી) અને ૨૯ હેઠળ ગુનો સાબિત થયો છે. આ ગુનામાં સામેલ અન્ય એક મુખ્ય આરોપી કુલદીપસિંઘ, જેની પાસેથી હેરોઈન ખરીદાયું હતું, તે હજુ સુધી નાસતો ફરે છે.

⚖️ "યુવાનોને વ્યસનમાં ધકેલવાનું કૃત્ય ક્ષમ્ય નથી" - અદાલતની કડક ટિપ્પણી 

ચુકાદો આપતાં અદાલતે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી કે, આરોપીઓએ પોતાના અંગત આર્થિક ફાયદા માટે એકસંપ થઈને યુવાનોને નિશાન બનાવી તેમને ગંભીર વ્યસનની ગરતામાં ધકેલવાનું કૃત્ય કર્યું છે, જેને કદાપિ સામાન્ય ગણી શકાય નહીં. કેસની સુનાવણી દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ કાયદાકીય જોગવાઈઓ અને પુરાવાઓના આધારે ધારદાર દલીલો રજૂ કરી હતી.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ