Kutch Bulletin Desk | Adipur & Kutch Crime News Updates
Adipur police detain two women from a Nepali gang responsible for burglaries worth over ₹1 crore; six cases solved.
ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઘરકામ કરી વિશ્વાસ કેળવ્યા બાદ ચોરી આચરતી આંતરરાજ્ય ગેંગ પકડાઈ.
આદિપુર પોલીસે ૨ નેપાળી મહિલા આરોપીઓને રોકડ અને દાગીના સહિત ₹૧.૮૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી.
પુણે, થાણે, બેંગલોર અને આદિપુરમાં આચરેલી ૧ કરોડથી વધુની ૬ ચોરીઓનો ભેદ ઉકેલાયો.Kutch Bulletin - આદિપુર : આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચારેક માસ પહેલાં પોશ વિસ્તારના એક મકાનમાં ઘરકામ કરતી નેપાળી મહિલાએ માલિકનો વિશ્વાસ કેળવી, પરિવાર બહાર જતાં જ સાથીદારો સાથે મળી આચરેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. આદિપુર પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ગાંધીધામ સાયબર ક્રાઇમ બ્રાન્ચની મદદથી તપાસ હાથ ધરી આંતરરાજ્ય ચોર ગેંગની ૨ નેપાળી મહિલાઓને પકડી પાડી ₹૧ કરોડથી વધુની રકમની ૬ જેટલી અણઉકેલાયેલી ચોરીઓનો પર્દાફાશ કર્યો છે.
🔍 તપાસ અને ધરપકડની વિગતો
આદિપુર પો.ઇન્સ. એમ.સી. વાળા અને પો.સબ ઇન્સ. આર.એમ. ડુવા તથા સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલી મહિલાઓ જેવી જ નેપાળી મહિલાઓ આદિપુરની વિવિધ સોસાયટીઓમાં ઘરકામની શોધમાં ફરી રહી છે. આ બાતમી આધારે ટીમો બનાવીને સલીના ધનબહાદુર શાહી અને રવીના વા/ઓ બિરેન્દ્ર ઉર્ફે વિવેક શાહી (રહે. બંને આઠવીસ-નેપાળ)ને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી ₹૧,૨૦,૦૦૦ ની ડાયમંડ રીંગ, રોકડ રકમ અને મોબાઇલ મળી કુલ ₹૧,૮૫,૭૯૦ નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
🚨 અન્ય રાજ્યોમાં પણ આચરી હતી ચોરીઓ
પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આદિપુર ઉપરાંત મહારાષ્ટ્રના પુણે (૩ ગુના), થાણે (૧ ગુનો) તેમજ કર્ણાટકના બેંગલોર (૧ ગુનો) ખાતે પણ ઘરકામ રાખી વિશ્વાસઘાત કરીને ચોરીઓ કરી હતી. ચોરીનો મુદ્દામાલ નેપાળ ખાતે વેચીને મળેલા નાણાં ફ્લાઇટ ખર્ચ, મોજશોખ અને હરવા-ફરવામાં વાપરતા હતા. કેસમાં નેપાળના ભીમબહાદુર શાહી, વિરેન્દ્રબહાદુર શાહી અને ભીમબિર શાહીના નામ ખુલ્યા છે, જેમને પકડવાના બાકી છે.
🕵️♂️ શાતિર મોડસ ઓપરેન્ડી
આ ગેંગ ભારતના વિવિધ મોટા શહેરોમાં પોશ વિસ્તારોમાં ઘરકામ કરી મકાનમાલિકોનો વિશ્વાસ જીતતી હતી. પરિવાર બહાર જાય ત્યારે સાથીદારોને બોલાવી કિંમતી સામાનની ચોરી કરી ફ્લાઇટ અથવા પ્રાઇવેટ વાહનો મારફતે વતન નેપાળ ભાગી જતી હતી.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ