મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી | પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ તિરંગાને આપી સલામી

 Kutch Bulletin Desk | Mundra & Kutch Independence Day Updates

District-level celebration of the 80th Independence Day at Mundra: Minister-in-charge Kantilal Amrutia salutes the Tricolour.

કચ્છના પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે તિરંગાને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવાઈ.

મુન્દ્રા તાલુકાના સર્વાંગી વિકાસ માટે પ્રભારીમંત્રીએ રૂ. ૨૫ લાખનો ચેક એનાયત કર્યો.

વિશિષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓ, આરોગ્ય કર્મચારીઓ અને રમતવીરોનું કરાયું સન્માન.

Kutch Bulletin Desk | Mundra & Kutch Independence Day Updates

Kutch Bulletin - મુન્દ્રા : કચ્છના મુન્દ્રા શહેર ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય અને દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છના પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ તિરંગાને સલામી આપીને સૌ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને આઝાદીના શહીદો તથા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

🇮🇳 કચ્છની અવિરત વિકાસયાત્રા અને સંકલ્પ 

પ્રાસંગિક ઉદ્બોધન કરતા પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીના પરિણામે કચ્છને વિકાસની નવી પાંખો મળી છે. નર્મદાના પાણી આવવાથી સુખો મલક હરિયાળો બન્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં કચ્છ આજે પ્રવાસન, બંદરો, ઔદ્યોગિક અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યું છે. મંત્રીશ્રીએ નાગરિકોને "એક ભારત, શ્રેષ્ઠ ભારત" અને "વિકસિત ગુજરાતથી વિકસિત ભારત"ના સંકલ્પને સાકાર કરવા આહ્વાન કર્યું હતું.

Kutch Bulletin Desk | Mundra & Kutch Independence Day Updates

🏅 રૂ. ૨૫ લાખની ગ્રાન્ટ અને કર્મયોગીઓનું સન્માન 

આ ઉજવણી દરમિયાન પ્રભારીમંત્રીશ્રીએ મુન્દ્રા તાલુકાના વિકાસકામો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક એનાયત કર્યો હતો. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર કર્મયોગીઓ, આરોગ્ય અને વનવિભાગના કર્મચારીઓ તથા રમતવીરોનું મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા પ્રસ્તુત દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમોએ સહુના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમના અંતે ગ્રાઉન્ડ પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

Kutch Bulletin Desk | Mundra & Kutch Independence Day Updates

આ પ્રસંગે કચ્છ-મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, ધારાસભ્યશ્રીઓ અનિરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, વીરેન્દ્રસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, ડીડીઓ ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સહિતના મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kutch Bulletin Desk | Mundra & Kutch Independence Day Updates

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ