Kutch Bulletin Desk | Kutch Crime & Court News Updates
Biological father forced minor daughter to commit suicide: Bhuj Special Court delivers historic verdict of life imprisonment with rigorous labour and a fine of ₹1 lakh.
માંડવીના કળિયુગી બાપ કમલેશ કષ્ટાવાલાને ભુજ સ્પેશિયલ કોર્ટે IPC કલમ-૩૦૫ હેઠળ દોષિત ઠેરવ્યો.
૧૭ વર્ષની સગીર દીકરી પર વિડીયો કોલ અને બિભત્સ વાતો દ્વારા આચરતો હતો અસહ્ય માનસિક ત્રાસ.
ભોગ બનનારની માતાને રૂ. ૫ લાખનું વળતર ચૂકવવા DLSA ને અદાલતે કરી ભલામણ.Kutch Bulletin - માંડવી/ભુજ : પિતા અને પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટનામાં ભુજની સ્પેશિયલ કોર્ટે અત્યંત મહત્વપૂર્ણ અને સખત ચુકાદો આપ્યો છે. પોતાની જ ૧૭ વર્ષની સગીર દીકરી પાસે બિભત્સ માંગણીઓ કરી, માનસિક ત્રાસ આપીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવા મજબૂર કરનાર નરાધમ પિતાને અદાલતે દોષિત ઠેરવી આજીવન સખત કેદની સજા અને રૂ. ૧ લાખનો દંડ ફટકાર્યો છે.
🚨 શું હતી સમગ્ર ઘટના? માંડવીના દીવાદાંડી વિસ્તારમાં રહેતો આરોપી કમલેશ પરષોત્તમ કષ્ટાવાલા (ઉં.વ.૪૭) રોજીરોટી અર્થે ઓમાન ખાતે રહેતો હતો. રજાઓ દરમિયાન ઘરે આવતો ત્યારે અને વિડીયો કોલ મારફતે પોતાની જ ૧૭ વર્ષની સગીર દીકરી સાથે અશ્લીલ આચરણ કરતો હતો અને બિભત્સ માંગણીઓ મૂકી સતત માનસિક સતામણી કરતો હતો. પિતાના આ અસહ્ય ત્રાસ અને આઘાતથી ભાંગી પડેલી સગીરાએ આખરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે ૨૦/૦૯/૨૦૨૧ ના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
⚖️ અદાલતી કાર્યવાહી અને સજાનો ચુકાદો માંડવી પી.આઈ. આર.સી.ગોહિલે ઊંડાણપૂર્વક તપાસ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની ગંભીરતાને ધ્યાન રાખીને અદાલતે આઈ.પી.સી. કલમ-૩૦૫ (સગીરને આત્મહત્યા માટે મજબૂર કરવી) હેઠળ કેસ ચલાવ્યો હતો. ભુજ-કચ્છના સ્પેશિયલ જજ શ્રી જે.એ. ઠક્કર સાહેબની અદાલતમાં કેસ ચાલતાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ ૧૭ દસ્તાવેજી પુરાવા અને ૧૦ સાક્ષીઓની તપાસ કરી ગુનો સાબિત કર્યો હતો.
નામદાર અદાલતે આરોપીને આઈ.પી.સી. કલમ-૩૦૫ હેઠળ આજીવન સખત કેદ અને રૂ. ૧,૦૦,૦૦૦ દંડ તેમજ પોક્સો (POCSO) કલમ-૧૨ હેઠળ ૩ વર્ષની સખત કેદ અને રૂ. ૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત મૃતક સગીરાની માતાને રૂ. ૫ લાખનું વળતર ચૂકવવા DLSA ને ભલામણ કરવાનો હુકમ કર્યો છે.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp
0 ટિપ્પણીઓ