Kutch Bulletin Desk | Gandhidham & Kutch Local News Updates
Massive district-level Tiranga Yatra held in Gandhidham under the 'Har Ghar Tiranga' campaign: City echoes with chants of 'Bharat Mata Ki Jai'.
શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ ફ્લેગ ઓફ કરાવ્યું.
ગાંધી માર્કેટથી શરૂ થઈ ઝંડા ચોક સુધી યોજાયેલી યાત્રામાં વિવિધ સમાજો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરાઈ પુષ્પવર્ષા.
સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ, મહાનગરપાલિકા મેયર સહિત શાળાઓના વિદ્યાર્થીઓ અને જવાનો જોડાયા.Kutch Bulletin - ગાંધીધામ : 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને ગાંધીધામ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામ ખાતે જિલ્લાકક્ષાની વિશાળ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ગરિમામય ઉપસ્થિતિમાં આ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર ગાંધીધામ શહેર 'વંદે માતરમ્' અને 'મા ભારતી'ના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું.
🇮🇳 રાષ્ટ્રપ્રથમની જવાબદારી સાથે વિકસિત ભારતનો સંકલ્પ
ઝંડા ચોક ખાતે જનમેદનીને સંબોધતા રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ યુવાનોને દેશની અમૂલ્ય મૂડી ગણાવી વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવા આહ્વાન કર્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ ગાંધીધામ શહેરની સ્થાપના અને વિભાજનની પીડાનો ઉલ્લેખ કરી શહેરના અવિરત વિકાસને બિરદાવ્યો હતો. આ પ્રસંગે કચ્છ-મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ સ્વાગત પ્રવચન કરી સૌ કચ્છીજનોને ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
💐 ઠેર-ઠેર પુષ્પવર્ષા અને ઉત્સાહભેર આવકાર
ગાંધી માર્કેટ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી શરૂ થયેલી આ યાત્રા મુખ્ય બજાર, ભાઈપ્રતાપજી સર્કલ અને સરદાર પટેલની પ્રતિમા થઈ ઝંડા ચોક ખાતે સંપન્ન થઈ હતી. યાત્રાના રૂટ દરમિયાન પંજાબી, મારવાડી, સિંધી, લોહાણા, બ્રહ્મ, આહીર, પટેલ સહિતના વિવિધ સમાજો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરીને તિરંગા યાત્રાનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, ગાંધીધામ મેયરશ્રી દિવ્યાબેન નાથાણી, ધારાસભ્યશ્રી વીરેન્દ્રસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરી, કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સહિતના મહાનુભાવો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો અને હોમગાર્ડ મોટી સંખ્યામાં જોડાયા હતા.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp



0 ટિપ્પણીઓ