Kutch Bulletin Desk | Kutch District Administration & Women Empowerment Updates
Girls Organize “Mock Coordination” at Bhuj Collector’s Office: 106 Female Students Step into the Roles of Collector and Leaders to Understand Administrative Processes.
નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'શક્તિ લીડરશીપ મોક સંકલન'ની આગવી પહેલ.
ધોરણ ૧૦ થી કોલેજ સુધીની ૧૦૬ વિદ્યાર્થીનીઓએ મંત્રીશ્રી, સાંસદ, ધારાસભ્ય અને કલેક્ટર-એડીઓ સહિતના ઉચ્ચ હોદ્દાઓ સંભાળ્યા.
કલેક્ટર અનિલ રાણાવસિયા અને ડીડીઓ ઉત્સવ ગૌતમે ઉપસ્થિત રહી દીકરીઓને વહીવટી કામગીરીના પાઠ ભણાવ્યા.Kutch Bulletin - ભુજ : દીકરીઓ માત્ર ભણે નહીં પરંતુ તેમણે સેવેલા સપના પણ સાકાર કરે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેનું ઉત્તમ ઉદાહરણ આજે કચ્છ વહીવટી તંત્રની એક અનોખી પહેલરૂપે જોવા મળ્યું હતું. નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત ભુજ ખાતે કલેક્ટર કચેરીમાં એક દિવસ માટે ચૂંટાયેલા પદાધિકારીઓ તથા વહીવટી અધિકારીઓની ભૂમિકા ભજવીને કચ્છની દીકરીઓએ "મોક સંકલન" યોજી હતી. આ માધ્યમથી દીકરીઓ વહીવટી પ્રક્રિયાથી માહિતગાર બનીને ગૌરવની લાગણી અનુભવી હતી.
🏛️ ૧૦૬ વિદ્યાર્થીનીઓએ કલેક્ટર, એસપી અને મંત્રી બની રજૂ કર્યા પ્રશ્નો
ભુજ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા 'શક્તિ લીડરશીપ મોક સંકલન' કાર્યક્રમમાં ધો.૧૦ થી કોલેજ સુધીનો અભ્યાસ કરતી ૧૦૬ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દર માસે યોજાતી સરકારી સંકલન બેઠકની પ્રતિકૃતિરૂપ આ મોક સંકલનમાં વિદ્યાર્થીનીઓએ રાજ્યમંત્રીશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિતના પદાધિકારીઓની ભૂમિકા ભજવીને કચ્છને સતાવતા રોડ, પાણી, મહિલા સુરક્ષા અને આરોગ્ય જેવા પ્રશ્નોની રજૂઆતો કરી હતી. સામે કલેક્ટરશ્રી, એસ.પી.શ્રી અને ડીડીઓશ્રી બનેલી વિદ્યાર્થીનીઓએ ઉકેલ સાથે જવાબો આપીને બખૂબી ભૂમિકા નિભાવી હતી.
🚘 સરકારી ગાડીઓમાં પ્રોટોકોલ સાથે કચેરી પહોંચી દીકરીઓ
આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે, જે રીતે પદાધિકારીઓ તથા અધિકારીઓ બેઠકમાં ભાગ લેવા સરકાર દ્વારા ફાળવાયેલી સત્તાવાર ગાડીઓમાં આવતા હોય છે, તે જ રીતે દીકરીઓ પણ પોતે ગ્રહણ કરેલા હોદ્દાની રૂએ સરકારી વાહનોમાં કલેક્ટર કચેરી આવી પહોંચી હતી. એક દિવસ માટે ઉચ્ચ હોદ્દાની જવાબદારી અને ફરજ અદા કરીને દીકરીઓ ખુશી અને ગૌરવ સાથે ભાવુક બની હતી.
લાગણીસભર વાતાવરણ વચ્ચે કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે હાજર રહીને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી હતી. કલેક્ટરશ્રીએ સંકલન બેઠકની કામગીરી અને પ્રશ્નોના નિરાકરણ વિશે વિગતવાર માહિતી આપીને દીકરીઓ ભવિષ્યમાં ખરેખર ઉચ્ચ અધિકારી કે પદાધિકારી બને તેવી શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે તાલીમી આઈએએસ માર્ગી શાહ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે પણ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ વાંચો:
કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:
Join Kutch Bulletin on WhatsApp



0 ટિપ્પણીઓ