FSSAI Crackdown on Food Claims | 100% શુદ્ધતાના ભ્રામક દાવાઓ બંધ, એમવે અને ઈમામી સહિતની કંપનીઓએ લેબલ બદલવું પડ્યું

 Kutch Bulletin Desk | Business & National News Updates

Major crackdown by FSSAI: Action taken against 6 companies, including Amway and Emami, for claiming '100% purity'; ordered to change packaging.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી લોભામણી જાહેરાતો સામે લાલ આંખ.

એમવે ઈન્ડિયા, ઈમામી અને બોન બિસ્કિટ્સ સહિત 6 મોટી કંપનીઓએ તેમના પેકેજિંગ પરથી '100%' શબ્દ હટાવવો પડ્યો.

2018 ના જાહેરાત અને દાવાઓના નિયમો મુજબ ખોરાકના દાવા સાચા, સ્પષ્ટ અને અર્થપૂર્ણ હોવા જરૂરી.

Kutch Bulletin Desk | Business & National News Updates

Kutch Bulletin - નવી દિલ્હી : શું તમે બજારમાંથી '100% શુદ્ધ', '100% નેચરલ' કે '100% અસલી' લખેલું વાંચીને કોઈ પ્રોડક્ટ ખરીદો છો? જો હા, તો સાવધાન થઈ જવાની જરૂર છે. આવી લોભામણી જાહેરાતોથી ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી કંપનીઓ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ કડક પગલાં લીધા છે. FSSAI ના હસ્તક્ષેપને કારણે એમવે ઈન્ડિયા, ઈમામી અને બોન બિસ્કિટ્સ સહિત 6 મોટી ફૂડ કંપનીઓને તેમના પેકેજિંગ અને જાહેરાતોમાંથી '100%' શબ્દ હટાવવાની ફરજ પડી છે.

🚫 શા માટે '100%' લખવા પર મૂકાયો પ્રતિબંધ? 

FSSAI એ ફૂડ બિઝનેસ સાથે જોડાયેલી તમામ કંપનીઓને લેબલ, પેકેજિંગ કે પ્રમોશનલ મટિરિયલ પર "100%" શબ્દનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. નિયમનકારના મતે, આ શબ્દ ગ્રાહકોના મનમાં પ્રોડક્ટની સંપૂર્ણ શુદ્ધતા કે શ્રેષ્ઠતા અંગે ખોટી છાપ ઊભી કરે છે. ખાદ્ય સુરક્ષા અને ધોરણો (જાહેરાત અને દાવાઓ) નિયમો, 2018 મુજબ, ખોરાક અંગે કરવામાં આવતા તમામ દાવા સાચા, સ્પષ્ટ, અર્થપૂર્ણ અને ભ્રામક ન હોવા અત્યંત જરૂરી છે.

⚠️ કઈ 6 મોટી કંપનીઓ સામે કાર્યવાહી થઈ?

FSSAI ના હસ્તક્ષેપ બાદ નીચે મુજબની કંપનીઓએ પોતાની ભૂલ સ્વીકારીને આ ભ્રામક દાવાઓ પાછા ખેંચ્યા છે:

Bonn Biscuits: 'બોન ક્યૂમિન ફ્લેવર જીરા બાઇટ બિસ્કિટ' ની જાહેરાતમાંથી "100%" નો દાવો હટાવ્યો.

Emami & Apis India: ઝંડુ હની (Emami) અને એપિસ હનીના વેચાણકર્તાઓએ લેબલ પરથી "100% Honey" નો દાવો દૂર કર્યો.

Amway India: 'પર્સોના 100% શુદ્ધ નાળિયેર તેલ' ના પેકેજિંગમાંથી આ શબ્દ હટાવ્યો. કંપનીએ બજારમાંથી જૂનો સ્ટોક પાછો ખેંચીને સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026 સુધીમાં નવું પેકેજિંગ લાવવા કવાયત હાથ ધરી છે.

Juza Foods (કેરળ): બાળકોના ખોરાક પર "100% Ragi", "100% Vegan" અને "100% ક્લીન ઇન્ગ્રેડિયન્ટ્સ" જેવા દાવાઓ રદ કરી પોતાની વેબસાઈટ ઓફલાઈન કરી દીધી.

Masterchow Foods: રામેન નૂડલ્સ પરથી "100%" અને "100% કુદરતી" નું લેબલ હટાવ્યું. FSSAI મુજબ સંયુક્ત ખોરાકને 'કુદરતી' ગણાવી શકાય નહીં.

Dabur: ડાબર જેવી કંપનીઓને પણ મધ, એપલ વિનેગર અને નાળિયેર પાણી પરના ભ્રામક દાવાઓ રોકવા નિર્દેશ અપાયા છે.

કચ્છની અસ્મિતા અને ગૌરવવંતા સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ જોડાઓ:

Join Kutch Bulletin on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ